• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Experts» Optimal Utilization Of Diwali Bonus Could Make You Rich

દિવાળી બોનસનો આ 5 કાર્યો માટે ઉપયોગ કરો, થશે અઢળક ફાયદા

દિવાળી બોનસનો આ 5 કાર્યો માટે ઉપયોગ કરો, થશે અઢળક ફાયદા
સામાન્ય રીતે દિવાળીમાં લોકો ખર્ચ કરતા હોય છે. લોકો તહેવારમાં પોતાના સગાવહાલાને મળવાની સાથે-સાથે વિવિધ વસ્તુઓની પણ ખરીદી કરતા હોય છે. કેટલાક લોકો એવુ પણ માનતા હોય છે કે, તહેવારોમાં જુગાર રમવા અને ખર્ચ કરવાને કારણે લક્ષ્મી પ્રસન્ન થાય છે.
 
તહેવારોમાં નોકરી કરનાર લોકોને પણ બોનસ આપવામાં આવતું હોય છે. આ કારણે ખર્ચ કરવાની આપણી ઈચ્છા વધી જાય છે. આપણે એ વાતને ભૂલવી ન જોઈએ કે યોગ્ય આયોજન સાથેની બચતથી લક્ષ્મી વધે છે. હાલ જો તમારી પાસે બોનસના પૈસા ખર્ચ કરવા માટેનો કોઈ સ્પષ્ટ રોડમેપ નહિ હોય તો તમને અહી આપવામાં આવેલી સલાહ ખુબ જ યોગ્ય લાગશે.
 
સોનાના બદલામાં ગોલ્ડ ઈટીએફ ખરીદો
 
ધનતેરસ પરની સોનાની ખરીદીને ખુબ જ શુભ માનવામાં આવે છે. મોટા ભાગે આપણે લાગણીઓનો વશ થઈને રોકાણ કરીએ છીએ. રોકાણ ગણતરી વગર જ કરવામાં આવે છે. મોટો ભાગે આપણે દિવાળી પર ગોલ્ડની ખરીદી કરીએ છીએ. બાદમાં તેને સાચવવું મુશ્કેલ હોય છે. આ ઉપરાંત છેલ્લા થોડા વર્ષોમાં સોનાની કિંમતોમાં સતત ઘટાડો થયો છે આ કારણે સોનામાં રોકાણ કરવું એ થોડું જોખમી છે. આ કારણે ગોલ્ડ ફન્ડ અને ગોલ્ડ એકસચેન્જના ટ્રેડેટ ફન્ડમાં રોકાણ કરવું એ ફાયદાકારક છે. આ કારણે ગોલ્ડ ફન્ડ અને ગોલ્ડ એકસચેન્જના ટ્રેડેટ ફન્ડમાં રોકાણ કરવું એ ફાયદાકારક છે.
 
રિટાયરમેન્ટ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ
 
દિવાળીમાં મોટા ભોગે લોકો જુગાર અને ગીફટમાં ખર્ચ કરે છે. જુગારને કારણે મોટા ભાગે બચતનો વપરાશ થાય છે. આ ઉપરાંત તહેવારોમાં મોટા ભાગે લોકો ગીફટ આપતા હોય છે. આ કારણ એ ખર્ચ થાય છે. ગીફટને કારણે થોડા સમય માટે આપણને આંનદ થાય છે. પરતું જો આપણી બચતનું રોકાણ આપણે રિટાયરમેન્ટ સ્કીમ એટલે કે કોઈ પેન્શન યોજનામાં કરીએ તો આપણને મોટો ફાયદો થાય છે.
 
હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાનમાં રોકાણકરો
 
તહેવારોનો મીઠાઈ સાથે સીધો સંબધ છે. વધુ મીઠાઈ ખાવાને કારણે આપણા સ્વાસ્થય પણ ખરાબ અસર થાય છે. મોટા ભાગે લોકો એ વિચારીને મીઠાઈ ખાતા હોય છે કે તેઓ હાલ સ્વસ્થ છે. આ કારણે નાની ઉંમરમાં જ હાર્ટની બિમારી, ડાયાબિટિસની બિમારી સહિતની બિમારીઓ થાય છે. આ બિમારીઓ અંગે આપણે પહેલેથી જ ચિંતિત રહેવું જોઈએ. આ સંજોગોમાં જો હેલ્થ ઈન્શ્યુરન્સ કરાવ્યો હોય તો ભવિષ્યમાં થનારી બિમારીઓના આર્થિક બોજાથી બચી શકાય છે.
 
પરિવારનો પણ લાઈફ ઈન્શ્યોરન્સ કરાવવો જોઈએ
 
જીવન વીમા પોલીસી હોવાને કારણે આપણે એવુ માનીએ છીએ કે આપણા પરિવાર પાસે પરતું કવર છે. બિગડીઝીસનના એક અભ્યાસ મુજબ, ભારતમાં 80 ટકા લોકો અન્ડર ઈશ્યોર્ડ છે. જોકે તેઓ એ વાતને નથી જાણતા કે જો કોઈ પરિવારના સભ્યનું મોત થાય તો સમગ્ર પરિવાર પર તેની અસર થાય છે. આ દિવાળી પણ દરેકે પુરતી માત્રમાં પરિવાર માટે વીમા કવચ લેવું જોઈએ. તમે તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વીમાની નક્કી કરો.
 
બાળકોના ઉજવળ ભવિષ્ય માટે રોકાણ કરવું જોઈએ
 
બાળકો માટે ફટાકડાની ખરીદી કરવા કરતા તેમના માટે કોઈ સેવિંગ પ્લાન ખરીદવો જોઈએ. આ સેવિંગ તેમના ઉચ્ચ અભ્યાસમાં ખુબ જ ઉપયોગી નીવડે છે. બાળકોને વિવિધ રમતો અંગેની ટ્રેનિંગ આપવા માટે પણ તમારી માટે પૈસા હોવા જરૂરી છે. આ માટે જો તમે સમયથી અગાઉ ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરશો તો તમને ખુબ જ ફાયદો મળી રહેશે.
 
લેખિકાએ બિગડિસિઝન ડોટ કોમના કનટેન્ટ હેડ છે
 
 
 

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.