• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Experts See Some Correction As Market Reached Record High Level

રેકોર્ડ ઊંચાઇએ માર્કેટમાં વેલ્યુએશન પર દબાણ, જાણો રોકાણ માટે એક્સપર્ટસનો શો છે અભિપ્રાય

નવી દિલ્હીઃ રેકોર્ડ ઊંચાઇ પર પહોંચેલા સ્ટોક માર્કેટમાં સોમવારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. મનાય છે કે વેલ્યુએશન મોંઘા થયા હોવાથી અનેક શેરોમાં રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. જીડીપીના મુકાબલે માર્કેટ કેપનો રેશિયો વધવાથી વેલ્યુએશન મોંઘા થયાનો સંકેત મળે છે. જોકે, આગામી પરિણામોની મોસમમાં કંપનીઓના સારા પરિણામોની આશાએ એક્સપર્ટસ માને છે કે મર્યાદિત કરેક્શન (ઘટાડા) પછી માર્કેટમાં તેજીની ચાલ ચાલુ રહી શકે છે.
 
માર્કેટ કેપ ટુ જીડીપી રેશિયો વધ્યો
 
ભારતીય શેરબજારમાં માર્કેટ કેપ-ટુ-જીડીપી રેશિયો વધેલો જોવા મળી રહ્યો છે. જોકે, હજુ તે 100 ટકાની નીચે જ છે. શેરબજારમાં તેજી પછી પ્રથમવાર બીએસઇનું માર્કેટ કેપ 120 લાખ કરોડના સ્તરે પહોંચ્યું છે. જોકે, આખા વર્ષમાં સરેરાશ મંથલી માર્કેટ કેપ 109 લાખ કરોડની આસપાસ રહ્યું છે. બીજી તરફ જાન્યુઆરીમાં જાહેર થયેલા આંકડા અનુસાર, 2016-17માં રીયલ જીડીપી અથવા કોન્સન્ટ્રેટ પ્રાઇસ પર જીડીપી 122 લાખ કરોડના સ્તરે પહોંચી શકે છે. 2016-17 માટે કોન્સન્ટ્રેટ પ્રાઇસ પર ગ્રોસ વેલ્યુ એડેડ 112 લાખ કરોડના સ્તરે રહેવાનું અનુમાન છે. 
વ્યાપક રીતે એવું મનાય છે કે જ્યારે કોઇ દેશના શેરબજારમાં માર્કેટ કેપ તે દેશની જીડીપીથી વધી જાય તો વેલ્યુએશન મોંઘા થયા ગણાય. તેને વોરન બફે ઇન્ડિકેટર પણ કહેવાય છે, કારણ કે બફેએ ઇન્ડિકેટર બ્રોડ માર્કેટ માટે સૌથી મહત્ત્વનું ઇન્ડિકેટર માન્યું છે. ઇન્ડિકેટર પ્રમાણે 100 ટકાથી ઉપર રેશિયો પહોંચતા માર્કેટમાં રોકાણ કરવાનું મોંઘુ બની જાય છે. જોકે, હાલમાં ઘરેલુ માર્કેટમાં આ રેશિયો 100 ટકાથી નીચો છે. અમેરિકન માર્કેટ સહિત એશિયાના અનેક માર્કેટમાં રેશિયો 130ની ઉપર ગયો છે. રેશિયો પર ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રીસર્ચના એનાલિસ્ટ ઉદિત કરીવાલાના જણાવ્યા અનુસાર, કોઇ મોટા અર્થતંત્રના વેલ્યુએશન અંગે કોઇ એક ઇન્ડિકેટરના આધારે બહુ કહી શકાય નહિ. વાસ્તવમાં અનેક પરિબળો માર્કેટના પ્રદર્શન પર અસર કરે છે. તેથી માર્કેટના વેલ્યુએશનને કોઇ એક રેશિયોના આધાર પર નક્કી ન કરી શકાય.
 
માર્કેટ વેલ્યુએશન પર એક્સપર્ટસનો અભિપ્રાય
 
મનીભાસ્કર સાથેની વાતચીતમાં મોતીલાલ ઓસ્વાલના ઇક્વિટી એડવાઇઝરી ગ્રુપના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ શાહે જણાવ્યું કે નિફ્ટી અને સેન્સેક્સની સાથે લાર્જ કેપ શેરોના વેલ્યુએશન હાલ મોંઘા જણાય છે. જ્યારે ક્રિસ રીસર્ચના સીઇઓ અરુણ કેજરીવાલના જણાવ્યા અનુસાર, જો માર્કેટ ઓલટાઇમ હાઇ પર પહોંચ્યું છે તો તેનો અર્થ એ છે કે વેલ્યુએશન સસ્તાં નથી. જિયોજિત બીએનપી પારિબાના એવીપી ગૌરાંગ શાહના જણાવ્યા અનુસાર, ઘરેલુ માર્કેટ હજુ પણ મજબૂત છે. જોકે, કેટલાક સેક્ટરમાં વેલ્યુએશન ઊંચા છે અને માર્કેટ પણ ઊંચા સ્તર પર પહોંચ્યા છે. તેથી માર્કેટમાં કરેક્શન જોવા મળી શકે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- રોકાણની વ્યુહરચના
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: experts see some correction as market reached record high level
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.