• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Time To Make Changes In Portfolio And Select Under Valued Stocks

માર્કેટમાં કરેક્શન વચ્ચે પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાનો સમય, આ શેરો પર રાખો નજર

નવી દિલ્હીઃઊંચા સ્તરોએ પહોંચ્યા પછી માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી રોકાણકારોમાં પ્રશ્ન થઇ રહ્યો છે કે તેમણે પ્રોફિટ બુકિંગ કરવું કે પછી ફરી તેજી આવશે તેની રાહ જોવી? જોકે, માર્કેટ એક્સપર્ટસની સલાહ છે કે આગળ પોઝિટિવ સંકેત બન્યા છે તેથી વળતરને સારું બનાવવા પોર્ટફોલિયોમાં ફેરફાર કરવો તે સારો માર્ગ સાબિત થઇ શકે છે.
 
પોર્ટફોલિયોમાં ફેરફારનો સમય
 
બોનાન્ઝા પોર્ટફોલિયોના એવીપી રીસર્ચ પુનિત કિન્રાના જણાવ્યા અનુસાર, માર્કેટનું પ્રદર્શન જોઇએ તો એપ્રિલ કે મેથી એક મહિનામાં શેરબજાર નેગેટિવ વળતર આપતું હોવાનો ઇતિહાસ રહ્યો છે. વળી, આવનારા સમયમાં માર્કેટ પરિણામોના આધારે શેરો પર રીએક્ટ કરતું જોવા મળશે. તેથી રોકાણકારો માટે યોગ્ય એ રહેશે કે તેઓ પોતાના પોર્ટફોલિયોમાં સામેલ શેરોને બદલવા અંગે વિચારે. 
 
વીએમ ફાઇનાન્સિયલના રીસર્ચ હેડ વિવેક મિત્તલના જણાવ્યા અનુસાર, હાલની તેજી વચ્ચે પણ અનેક સેક્ટર અને શેરો એવા છે કે જેમાં હજુ પણ તેજી આવવાની બાકી છે. વિવેકના મતે, રીટર્ન સારું બનાવવાનો સારો રસ્તો એ છે કે રોકાણકાર વધી ચૂકેલા શેરોમાંથી નિકળીને એવા શેરોમાં રોકાણ કરે કે જે કરેક્શન પછી નવી તેજીમાં સામેલ થાય. પોર્ટફોલિયોમાં આ રીતના ફેરફારથી રોકાણકાર પોતાના રીટર્નને મહત્તમ વધારી શકે છે.
 
આવી રાખી શકો વ્યુહરચના
 
કેપિટલ સિન્ડિકેટના મેનેજિંગ પાર્ટનર સુબ્રમણ્યમ પશુપતિના જણાવ્યા અનુસાર, પોર્ટફોલિયોમાં ફેરફાર રોકાણનો મહત્ત્વનો ભાગ છે. જોકે, તેના નિયમ અલગ અલગ ટ્રેડર અને તેમના રોકાણના ટાર્ગેટ પ્રમાણે અલગ અલગ હોઇ શકે છે. પશુપતિની સલાહ છે કે જેમના પોર્ટફોલિયોમાં શેરોની સંખ્યા વધારે હોય તેમણે જો રોકાણ ટૂંકા ગાળા માટે હોય તો 15-20 ટકા ગ્રોથ કરી ચૂકેલા શેરોમાં પ્રોફિટ બુક કરવો જોઇએ. જ્યારે 2-3 વર્ષના રોકાણ માટે કોઇ પણ કરેક્શનમાં રોકાણ વધારવાની સલાહ છે. બીજી બાજુ, પુનિત કિન્રાના મતે, રોકાણકાર નવા રોકાણના બદલે પરિણામ માટે થોડી રાહ જોવી જોઇએ અને કેશ રાખી મૂકવી જોઇએ. રોકાણ માટે રકમ હાજર હોવાથી નીચા સ્તરે પહોંચેલા એવા કોઇ પણ શેરમાં રોકાણ કરી શકાશે કે જેમાં સારા પરિણામના કારણે સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું હોય.
 
આગળ જાણો, રોકાણ માટે કેવા શેરો પર રાખશો નજર
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Time to make changes in portfolio and select under valued stocks
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.