• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Three IPOs In 7 Days Worth Rs.3000 Crores, Know Experts Views On Them

7 દિવસમાં રૂ.3,000 કરોડના આવશે IPO, આ ઇશ્યુઓમાં રોકાણ અંગે આ છે એક્સપર્ટસનો મત

નવી દિલ્હીઃ શેરબજારમાં તેજીના કારણે કંપનીઓ  આઇપીઓ લાવવા લાઇન લગાવી રહી છે. આગામી 7 દિવસમાં 3 કંપનીઓ માર્કેટમાંથી રૂ.3000 કરોડથી વધારે રકમના શેરો ઓફર કરવા મૂડી બજારમાં આવશે. એક્સપર્ટસની સલાહ છે કે સારા વળતર માટે સામાન્ય રોકાણકારો આ ઇશ્યુઓમાં રોકાણ કરી શકે છે.
 
સાત દિવસમાં 3 કંપનીઓના રૂ.3000 કરોડના આઇપીઓ 
 
21 જૂન સુધીમાં માર્કેટમાં 3 કંપનીઓ પોતાની પબ્લિક ઓફર લઇને આવશે. તેમાં તેજસ નેટવર્કનો રૂ.777 કરોડનો આઇપીઓ બુધવારથી ખુલી ગયો છે. તેમાં ગુરુવાર અને શુક્રવાર સુધી રોકાણકારો ભરણું ભરી શકશે. તે પછી એરિસ લાઇફ ઇન્સ્યોરન્સનો રૂ.1700 કરોડનો અને સીડીએસએલનો રૂ.500 કરોડનો આઇપીઓ પણ આવે છે.
 
તેજસ નેટવર્કસ

એન્જલ બ્રોકિંગે તેજસ નેટવર્કસના આઇપીઓ ભરવાની સલાહ આપી છે. તેના મતે, તેજસ નેટવર્કસ ઓપ્ટિકલ એન્ડ ડેટા નેટવર્કિંગ પ્રોડક્ટસ કંપની છે. તે પ્રોડક્ટને ડિઝાઇન અને ડેવલપ કરીને તેમને ટેલિકોમ્યુનિકેશન્સ, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર, યુટિલિટી કંપનીઓ, ડિફેન્સ કંપનીઓ અને સરકારી કંપનીઓને ઓફર કરે છે. એન્જલ બ્રોકિંગના મતે, કંપની પોતાના સેગમેન્ટમાં લીડર કંપની છે અને દેશમાં ઓપ્ટિકલ નેટવર્કમાં સ્કોપ અને ડિજિટલ ઇન્ડિયા પર સરકારના જોરથી કંપનીને આગામી સમયમાં પૂરો ફાયદો થઇ શકે છે. એ જ રીતે, ફોર્ચ્યુન ફિસ્કલના ડાયરેક્ટર જગદીશ ઠક્કરના મતે, પોતાના સેગમેન્ટમાં મજબૂત હોવાથી અને સરકારના આ સેક્ટર પર ભારના કારણે ઇશ્યુમાં અરજી કરી શકાય.
 
ઇરિસ લાઇફસાયન્સીસ

ઇરિસ લાઇફસાયન્સીસનો આઇપીઓ 16 જૂનથી 20 જૂન દરમિયાન ભરણા માટે ખુલ્લો રહેશે. ઇશ્યુની પ્રાઇસ બેન્ડ રૂ.600-603 છે. રોકાણકારો તેમાં 24 શેર અને તેના ગુણાંકમાં અરજી કરી શકે છે. એન્જલ બ્રોકિંગની તેમાં રોકાણ કરવાની સલાહ છે. તેના મતે, ઇશ્યુનું વેલ્યુએશન ઘરેલુ કંપનીઓની તુલનામાં મોંઘું છે અને એમએનસીના સ્તરે છે. પરંતુ કંપનીની ઝડપી વૃદ્ધિ, સારું વળતર, દેવામુક્ત બેલેન્સશીટ હોવાના કારણે આ વેલ્યુશન યોગ્ય ગણી શકાય.
 
આગળની જાણો, અન્ય ઇશ્યુ પર રોકાણ અંગે અભિપ્રાય..
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: three IPOs in 7 days worth rs.3000 crores, know experts views on them
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.