• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Theses Are The Highest Price 5 Stocks, One Stock Is As Costly As A Bike Or Laptop

એક શેરની કિંમતમાં મળે બાઇક કે લેપટોપ, આ છે 5 સૌથી મોંઘા શેરો

નવી દિલ્હીઃશેરબજારમાં રોકાણ માટે એક્સપર્ટસ હંમેશા મોંઘા શેરોથી દૂર રહેવાની સલાહ આપે છે. જોકે, તેમનો મોંઘા શેરોનો મતલબ વેલ્યુએશન સાથે હોય છે, તેમની કિંમતો સાથે નહિ. આજે અમે તમને એવા શેરો વિશે વાત કરી રહ્યા છીએ જે દેશના સૌથી મોંઘી કિંમતના શેરો છે. આ એક શેરની કિંમતમાં બાઇક ખરીદી શકાય કે લેપટોપ ખરીદી શકાય એમ છે. આટલી ઊંચી કિંમત હોવા છતાં નિષ્ણાતો આ શેરો આગળ પણ વધી શકે છે એવી આશા ધરાવે છે.
 
મોંઘી કિંમત અને મોંઘા વેલ્યુએશન વચ્ચે શું તફાવત

શેરબજારમાં કોઇ શેર મોંઘો હોવાના બે અર્થ થાય છે. જો શેરની બજાર કિંમત તેના ફંડામેન્ટલ્સની સરખામણીમાં વધારે હોય તો શેર મોંઘો ગણાય છે. એટલે કે તેના માટે ચુકવાતી કિંમત તેની અનુમાનિત કિંમતથી વધારે હોય છે. આવા શેરો રૂ.50 કે રૂ.100ની કિંમતના સ્તરે પણ હોઇ શકે છે. બીજી બાજુ, એવા પણ શેરો હોય છે જેમની કિંમત રોકાણકારોના મોટા સમુદાય માટે રોકાણ કરવાની મર્યાદાની બહાર હોય છે. એટલે કે તેમની કિંમત હજારોમાં હોય છે. તેથી તેમને થોડાક હજાર રૂપિયામાં ખરીદી શકાતા નથી. જોકે, આટલી ઊંચી કિંમત હોવા છતાં ટેકનિકલ રીતે આ શેરો પણ સસ્તા હોઇ શકે છે. કારણ કે માર્કેટના ફંડામેન્ટલ્સના હિસાબે તેમની કિંમત ઘણી ઓછી હોઇ શકે છે.
 
શેરોની કિંમત હજારો રૂપિયામાં કેમ 
 
વીએમ ફાઇનાન્શિયલના રીસર્ચ હેડ, વિવેક મિત્તલના જણાવ્યા અનુસાર, સમય સાથે સારો દેખાવ કરતી કંપનીઓના શેરોના ભાવમાં વધારો થતો રહે છે. કંપનીઓ રીટેલ પાર્ટિસિપેશન વધારવા માટે બોનસ કે સ્પ્લિટ્સ કરે છે. તેનાથી શેરોની સંખ્યા તો વધે જ છે ઉપરાંત શેરની કિંમત તે રેશિયો પ્રમાણે નીચે આવે છે. કિંમતનું સ્તર નીચું હોવાથી રોકાણકાર ઓછી કિંમતે શેરને પોતાના પોર્ટફોલિયો માટે ખરીદી શકે છે. માર્કેટમાં કેટલીક એવી પણ કંપનીઓ હોય છે જેમની કિંમત વધવા છતાં તેઓ શેરોની સંખ્યા વધારવાને મહત્ત્વ આપતી નથી. આવા શેરોની કિંમત ખૂબ ઊંચે જાય છે. એક અનુમાન પ્રમાણે જો ઇન્ફોસીસે પોતાના શેરને વિભાજિત ન કર્યો હોત તો આજે ઇન્ફોસીસના શેરની કિંમતમાં 1000 સીસીની રેનો ક્વિડ આવી જાત.
 
આગળ જાણો, કિંમતની રીતે સૌથી મોંઘા શેરો...
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Theses are the highest price 5 stocks, one stock is as costly as a bike or laptop
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.