• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» These Stocks Are At Their Record High Level But They Still Have Growth Potential

વર્ષની ટોચે પહોંચેલા આ શેરોમાં આગળ પણ તેજીની શક્યતા, 31% સુધી ગ્રોથની ધારણા

નવી દિલ્હીઃગ્લોબલ સંકેતોના દબાણ છતાં ભારતીય શેરબજાર તેના રેકોર્ડ લેવલની નજીક ચાલી રહ્યું છે. માર્કેટમાં રોકાણકારોના વિશ્વાસના કારણે શેરો સતત રેકોર્ડ બનાવી રહ્યા છે. માર્કેટના એક્સપર્ટસ માને છે કે હાલમાં આગામી ટ્રિગર પરિણામો છે. જે કંપનીઓના પરિણામ સારા હશે તેમના શેરો નવા રેકોર્ડ સ્તરે વધી શકે છે. 
76 કંપનીઓના શેરો ઓલટાઇમ હાઇ પર
 
માર્કેટમાં નરમાઇ હોવા છતાં સોમવારના કારોબારમાં 76 કંપનીઓના શેરો ઓલટાઇમ ટોચે પહોંચ્યા છે. તેમાં બજાજ ફિનસર્વ, દિલિપ બિલ્ડકોન, ધાનુકા એગ્રીટેક, એમ્બી ઇન્ડસ્ટ્રીઝ, એડ્યુરન્સ ટેકનોલોજિસ, એસ્કોર્ટસ ફોર્ટિસ હેલ્થકેર, જીએસપીએલ, પીરામલ એન્ટરપ્રાઇઝીસ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, પીવીઆર, ટાટા કેમિકલ્સ, એવરેડી, પેટ્રોનેટ એલએનજીનો સમાવેશ થાય છે. જ્યારે સોમવારના કારોબારમાં જ 200થી વધારે કંપનીઓ વર્ષના ટોચ લેવલે પહોંચી છે. તેમાં આઇઓસી, એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ અને નેટકો ફાર્મા સામેલ છે. બોનાન્ઝા પોર્ટફોલિયોના એવીપી રીસર્ચ પુનિત કિન્રાના જણાવ્યા અનુસાર, હાલમાં શેરબજાર તેના ઓલટાઇમ હાઇથી 5 ટકાની રેન્જમાં સ્થિર બનેલું છે. ગ્લોબલ સંકેતોના દબાણ વચ્ચે આ સંકેત પોઝિટિવ માનવામાં આવશે. તેથી કંપનીઓના રેકોર્ડ સ્તર પહોંચવાનો દોર આગળ પણ જોવા મળી શકે છે.
 
આગળ પણ ચાલુ રહી શકે છે તેજી
 
કેપિટલ સિન્ડિકેટના મેનેજિંગ પાર્ટનરના જણાવ્યા અનુસાર, માર્કેટ એક નવી રેન્જમાં પહોંચ્યું છે. આગળ પોઝિટિવ સંકેતોને જોતા તેમાં ઘટાડો મર્યાદિત રહેવાનું અનુમાન છે. આગળ બજાર નવી ઊંચાઇએ જઇ શકે છે. માર્કેટ માટે આગામી ટ્રિગર પરિણામો છે. સારા પરિણામો આવશે તો કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી શકે છે. પુનિત કિન્રાના મતે, આજે ઓલટાઇમ ટોચે પહોંચેલા શેરોમાં બજાજ ફિનસર્વ, એસ્કોર્ટસ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અને પીવીઆરમાં આગળ પણ તેજી રહી શકે છે.
 
આગળ જાણો ઊંચા સ્તરે પહોંચેલા શેરો, જેમાં ગ્રોથનું છે અનુમાન
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These stocks are at their record high level but they still have growth potential
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.