• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» These Sectors And Companies Can Gain From Normal Monsoon, Invest In These Stocks

સારા ચોમાસાથી આ સેક્ટર્સને થશે ફાયદો, સારા વળતર માટે આ શેરોમાં કરો રોકાણ

નવી દિલ્હીઃ હવામાન વિભાગ તરફથી ચોમાસુ સારું રહેવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું તે પછી શેરબજારમાં વધુ તેજીની આશા જાગી છે. જાણકારો માને છે કે જો ચોમાસુ સામાન્ય રહેશે તો જૂન-જુલાઇ સુધી નિફ્ટી 9500ના સ્તરે પહોંચી શકે છે. સારા ચોમાસાથી ગ્રામીણ ક્ષેત્રોમાં ખરીદ શક્તિ વધે છે. તેથી દેશની બધી કંપનીઓના કારોબાર પર પોઝિટિવ અસર પડે છે અને તેમનો નફો વધે છે. તેથી શેરબજારમાં હકારાત્મક અસર જોવા મળશે.
 
આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન

મંગળવારે હવામાન વિભાગે આપેલા અનુમાન અનુસાર, આ વર્ષે અલ-નીનોનું જોખમ ઓછું છે પરંતુ સીઝનના બીજા હિસ્સામાં તેની અસર પડી શકે છે. હવામાન વિભાગ હવે જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસાનું અનુમાન અપડેટ કરશે. વિભાગના જણાવ્યા અનુસાર, જૂનથી સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્યના 96 ટકા પડી શકે છે. ગયા વર્ષે સારો વરસાદ થયો હતો, જે 97 ટકા જેટલો હતો. તેના કારણે કૃષિ ઉત્પાદન વધ્યું હતું.
 
સારા ચોમાસાથી આ થશે અસર
 
ક્રિસ રીસર્ચના ફાઉન્ડર અરુણ કેજરીવાલના જણાવ્યા અનુસાર, ચોમાસુ સામાન્ય રહેવાની સીધી અસર ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક પર પડે છે. લોકોની આવક વધવાથી માગ વધે છે. તેથી ગ્રામીણ વિસ્તારોમાં આવક વધે તો ઉદ્યોગોને સીધો ફાયદો થાય.
 
બોનાન્ઝા પોર્ટફોલિયોના એવીપી રીસર્ચ, પુનિત કિન્રાના જણાવ્યા અનુસાર, વરસાદ અને વપરાશ આધારીત સેક્ટર વચ્ચે સીધો સંબંધ છે. જો ચોમાસુ સારુ રહે તો કન્ઝમ્પ્શન સેક્ટર્સમાં માગ વધે છે. એક્સપર્ટ માને છે કે તેનો ફાયદો બેન્કો અને ફાઇનાન્શિયલ સેક્ટરને પણ મળશે, કેમકે લોકોની આવક વધવાથી આ ક્ષેત્રની કંપનીઓનો કારોબાર વધે છે. તેથી કંપનીઓને ફાયદો થશે. 
 
ક્યાં સુધી વધી શકે છે માર્કેટ
 
એસએસસી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એડવાઇઝર્સના રીસર્ચ હેડ સચિન સર્વદે કહે છે કે જો હવામાન વિભાગના અનુમાન અનુસાર વરસાદ પડશે તો નિફ્ટી જૂન-જુલાઇ સુધી 9500ના સ્તર સુધી વધી શકે છે. જ્યારે નીચે નિફ્ટીને 9000 પર ટેકો મળશે.

જ્યારે પુનિત કિન્રાના મતે, માર્કેટ હજુ જૂનના અનુમાનની રાહ જોશે. આ દરમિયાન સંકેત સારા ચોમાસાનો જ આવશે તો માર્કેટમાં તેજી ચાલુ રહેશે. જોકે, પુનિત કિન્રા કહે છે કે હાલ માર્કેટમાં પરિણામો અને ગ્લોબલ સંકેતોની પણ અસર જોવા મળી રહી છે. જો પરિણામો અને ગ્લોબલ સંકેતોથી બહુ ઉતાર-ચડાવ નહિ રહે તો નિફ્ટી 9500ના સ્તરે જોવા મળી શકે છે.
 
ક્યા સેક્ટર્સમાં આવશે તેજી
 
ટ્રેડ સ્વિફ્ટ બ્રોકિંગના ડાયરેક્ટ સંદીપ જૈન કહે છે કે સામાન્ય ચોમાસાનો ફાયદો કૃષિ સાથે જોડાયેલી કંપનીઓ અને ફર્ટિલાઇઝર સેક્ટરને મળશે. તે ઉપરાંત એફએમસીજી સેક્ટરને પણ લાભ થશે. જ્યારે કેજરીવાલના મતે, કન્ઝ્યુમર ડ્યુરેબલને પણ ફાયદો થશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- આ શેરોમાં કરો રોકાણ
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These sectors and companies can gain from normal monsoon, invest in these stocks
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.