• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» These Below 100 Rupees Stocks Gave Return Up To 250 Per Cent And Still Attractive

100 રૂપિયાથી નીચી કિંમતના શેરોએ આપ્યું 250% સુધીનું વળતર, આ શેરોમાં હજુ રોકાણની તક

નવી દિલ્હીઃશેરબજારમાં કોઇ શેરનું પ્રદર્શન તેની કિંમતના સ્તરથી નહિ પરંતુ તેના વેલ્યુએશનના આધારે નક્કી થાય છે. જોકે, માર્કેટમાં કેટલાક એવા પણ શેરો છે કેમની કિંમતો ઘણી નીચી છે અને તેની સાથે તેમનું પ્રદર્શન ચડિયાતું છે. 100 રૂપિયાથી નીચી કિંમતના આ શેરોએ છેલ્લા એક વર્ષ દરમિયાન રોકાણકારોને 250 ટકાથી વધારે સુધીનું વળતર આપ્યું છે. આ કેટેગરીમાં હજુ પણ એવા શેરો છે જેમાં રોકાણ કરીને વળતર મેળવી શકાય છે.
 
250 ટકા સુધી વધ્યા અન્ડર 100 કેટેગરીના શેરો
 
એનએસઇ પર ટોપ 500 શેરો એટલે કે સીએનએક્સ 500 ઇન્ડેક્સમાં સૌથી વધુ ઊછળેલા ટોપ 10 શેરોમાંથી 8 શેરો એક વર્ષ પહેલા 100 રૂપિયાની નીચે હતા. આ ટોપ 10 શેરોએ છેલ્લા એક વર્ષમાં 140 ટકાથી 225 ટકા સુધીનો વધારો બતાવ્યો છે.
 
- સૌથી વધારે તેજી સીમેન્ટ સેક્ટરની રેન ઇન્ડસ્ટ્રીઝના શેરમાં જોવા મળી છે. આ શેર વર્ષ પહેલા 29ના સ્તર પર હતો. ગયા શુક્રવારે આ શેર 101.70ના સ્તર પર બંધ રહ્યો છે. એટલે કે શેર એક વર્ષમાં 250 ટકા વધી ગયો છે.

- વેદાંતાનો શેર છેલ્લા એક વર્ષ દરમિયાન 86ના સ્તરથી વધીને રૂ.264 પર પહોંચી ગયો છે. એટલે કે શેરમાં 207 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે વી ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝનો શેર 60ના સ્તરથી વધીને 175 પર પહોંચી ગયો છે. એટલે કે શેરમાં 192 ટકાનો વધારો થયો છે. ફ્યુચર લાઇફનો શેર વર્ષ અગાઉ 79 પર હતો. એક વર્ષમાં 176 ટકા વધીને શુક્રવારે તે 218 પર બંધ રહ્યો હતો. એ જ રીતે ડેલ્ટા કોર્પ પણ 62ના સ્તરથી વધીને એક વર્ષમાં 170 પર પહોંચીને 176 ટકા વળતર આપ્યું છે.
 
- આ સાથે મનપ્પુરમ ફાઇનાન્સ, ખાન એનર્જી, એડલવાઇસ, હિન્દાલ્કો અને જિંદાલ સ્ટીલ પણ વર્ષ પહેલા 100 રૂપિયાની નીચે ટ્રેડ કરતા હતા. પણ એક વર્ષમાં બધા શેરોએ 140 ટકાનો વધારો બતાવ્યો છે.
 
100 રૂપિયાની નીચેના આ શેરોમાં હજુ પણ રોકાણની તક
 
નેશનલ એલ્યુમિનિયમ કંપની

હાલનો ભાવ- 74
ટાર્ગેટ-85

એચડીએફસી સિક્યોરિટીઝે નેશનલ એલ્યુમિનિયમ કંપનીના શેરમાં 85ના ટાર્ગેટ આપીને રોકાણ કરવાની સલાહ આપી છે. શેર હાલમાં 74ના સ્તર પર છે. એટલે શેરમાં હજુ પણ 15 ટકા વળતરની સંભાવના છે. બ્રોકિંગ ફર્મે તેની પહેલા શેર 66 પર પહોંચ્યો ત્યારે 77 અને 85.4ના બે ટાર્ગેટ આપીને રોકાણ કરવાની સલાહ આપી હતી. શેર પ્રથમ ટાર્ગેટની નજીક આવી ગયો છે.
 
આગળ જાણો અન્ય ક્યા શેરો છે રોકાણલાયક....
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these below 100 rupees stocks gave return up to 250 per cent and still attractive
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.