• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» These Are Brokers Favorite Stocks, Invest In For High Return

આ છે બ્રોકરોના 5 ફેવરિટ શેરો, ઊંચા ટાર્ગેટ સાથે રોકાણ કરવાની સલાહ

નવી દિલ્હીઃશેરબજારમાં રોકાણ કરવા માટે સામાન્ય રીતે એવા શેરોની ભલામણ કરવામાં આવે છે જેમના પર બ્રોકરેજ હાઉસ કે એક્સપર્ટસે વિશ્વાસ બતાવ્યો હોય. જ્યારે કેટલાક શેરોના ફંડામેન્ટલ્સ મજબૂત હોય છે તેથી એકથી વધારે બ્રોકરેજ હાઉસ તેમાં રોકાણ કરવાની સલાહ આપે છે. સામાન્ય રોકાણકારો માટે આવા શેરોમાં રોકાણ કરવાનું સુરક્ષિત હોય છે, કારણ કે એકથી વધારે એક્સપર્ટસ શેરના આઉટલૂક અંગે પોઝિટિવ વલણ ધરાવે છે.
 
આવા શેરોમાં રોકાણ કરવાનું કેમ સુરક્ષિત
 
બ્રોકરેજ હાઉસ શેરો અંગે અભિપ્રાય આપતી વખતે અલગ સંકેતો પર ભાર મૂકે છે. કોઇ કંપનીને લગતા કોઇ પણ ફેક્ટર પર બ્રોકરેજ હાઉસ જુદુ જુદુ રૂખ ધરાવે છે. તેના કારણે એક શેર અંગે બે બ્રોકરેજ હાઉસ અલગ મત વ્યક્ત કરતા હોય છે. તેથી જો કોઇ શેર અંગે એકથી વધારે બ્રોકરેજ હાઉસ પોઝિટિવ આઉટલૂકનો સ્પષ્ટ સંકેત આપે તો કંપનીના પ્રદર્શન અંગે બહુ શંકા કે અનિશ્ચિતતા રહેતી નથી. વળી, વધારે બ્રોકરેજ હાઉસના પોઝિટિવ અનુમાનથી શેર અંગે સેન્ટિમેન્ટ ઘણું પોઝિટિવ બની જાય છે, કેમકે દરેક બ્રોકર્સના પોતાના ગ્રુપ હોય છે જે તેમની સલાહને ગંભીરતાથી લે છે. આગળ જાણો, આવા શેરો જેમના પર બ્રોકરોએ રોકાણની સલાહ આપી છે.
 
એચસીએલ ટેક

એચસીએલ ટેકમાં 4 બ્રોકરેજ હાઉસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે એક બ્રોકરે હોલ્ડ કરવાની સલાહ આપી છે. રિલાયન્સ સિક્યોરિટીઝે શેરમાં 963ના ટાર્ગેટ સાથે રોકાણ કરવાની સલાહ આપી છે. મોતીલાલ ઓસ્વાલે 960, કેઆર ચોક્સી સિક્યોરિટીઝે 1068 અને એડલવાઇઝે 1058ના ટાર્ગેટ સાથે રોકાણ કરવાની સલાહ આપી છે. આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટે 930ના ટાર્ગેટ સાથે રોકાણ જાળવી રાખવાની સલાહ આપી છે. શેર હાલમાં 864 પર ચાલે છે એટલે કે શેરમાં 24 ટકાના ગ્રોથનું અનુમાન છે.

રિલાયન્સ સિક્યોરિટીઝના મતે, છેલ્લા થોડા સમયમાં કંપનીનું પ્રદર્શન સેક્ટરની અન્ય કંપનીઓ કરતા સારું રહ્યું છે. તેના મતે કંપની એન્જિનિયરિંગ સર્વિસ અને આઇએમએસમાં ઘણી મજબૂત છે. તેની મદદથી કંપની આવતા સમયમાં ઇન્ડસ્ટ્રીની બીજી કંપનીઓથી સારો દેખાવ કરી શકે છે.
 
આગળ જાણો, ક્યા શેરોમાં બ્રોકરેજ હાઉસ છે ફેવરિટ...
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these are brokers favorite stocks, invest in for high return
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.