• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Tejas Networks Limited Initial Public Offer To Open On Wednesday

તેજસ નેટવર્ક્સ લિમિટેડનો આઇપીઓ 14 જૂને ખુલશે, ઇશ્યૂ પ્રાઇસ રૂ.250-257

તેજસ નેટવર્ક્સ લિમિટેડનો આઇપીઓ 14 જૂને ખુલશે, ઇશ્યૂ પ્રાઇસ રૂ.250-257

અમદાવાદ : તેજસ નેટવર્ક્સ લિમિટેડ (“કંપનીકે“ઇશ્યૂઅર)એ 14 જૂન, 2017ને બુધવારે રોકડ માટે (શેર પ્રીમિયમ સહિત) રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો (“ઇક્વિટી શેર)નો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફર) લાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં રૂ. 4,500 મિલિયન સુધીનાં નવા ઇક્વિટી શેર (“ફ્રેશ ઇશ્યૂ)અને કંપનીનાં વિક્રેતા શેરધારકો – કેસ્કેડ કેપિટલ મેનેજમેન્ટ મોરેશિયસ, ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિઅલ ગ્રોથ ફંડ લિમિટેડ, ઇન્ટેલ કેપિટલ (કેમેન) કોર્પોરેશન, સેન્ડસ્ટોન પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, ઓશેર એલપી અને કંપનીનાં ચોક્કસ કર્મચારીઓ દ્વારા 12,711,605 ઇક્વિટી શેરનાં વેચાણની ઓફર (“ઓફર ફોર સેલ)સામેલ છે. બિડ/ઓફર 16 જૂન, 2017ને શુક્રવારે બંધ થશે.

 

ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 250થી રૂ. 257 નક્કી કરવામાં આવી છે. બિડ લઘુતમ 55 ઇક્વિટી શેર અને પછી 55 ઇક્વિટી શેરનાં ગુણાંકમાં કરી શકાશે.

 

ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ) એક્સિસ કેપિટલ લિમિટેડ, સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ છે. 

(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tejas Networks Limited Initial Public Offer to open on Wednesday
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.