• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» TCS Board Will Meet On 20 February To Decide On Share Buyback

TCSના શેર બાયબેકનો નિર્ણય કરવા 20 ફેબ્રુ.એ બોર્ડની મીટિંગ, કંપની પાસે 43,000 કરોડ કેશ

TCSના શેર બાયબેકનો નિર્ણય કરવા 20 ફેબ્રુ.એ  બોર્ડની મીટિંગ, કંપની પાસે 43,000 કરોડ કેશ
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી આઇટી સર્વિસીસ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ની 20 ફેબ્રુઆરીએ બોર્ડ મીટિંગમાં શેર બાયબેક પર નિર્ણય કરવામાં આવે એવી શક્યતા છે. કંપની પાસે રહેલી લગભગ 43,000 કરોડની કેશના કારણે તેમના શેરહોલ્ડર્સ લાંબા સમયથી બાયબેક ઓફરની માગ કરી રહ્યા હતા. તેની પહેલા ઇન્ફોસીસમાં 12,000 કરોડ રૂપિયાના શેરોના બાયબેકની ઓફરની ચર્ચા થઇ હતી. જોકે, કંપનીએ આવો કોઇ પ્રસ્તાવ હોવાનું નકારી કાઢ્યું છે.
 
હજુ નક્કી નથી થઇ ઓફરની સાઇઝ

ટીસીએસે બીએસઇમાં કરેલી ફાઇલિંગ અનુસાર, ટીસીએસ હજુ શેર બાયબેક પર વિચાર કરી રહી છે. તે અંગે 20 ફેબ્રુઆરીએ બોર્ડની મીટિંગ બોલાવવામાં આવી છે. જોકે, ટીસીએસે બાયબેકની સાઇઝ જાહેર કરી નથી.
 
કંપની પાસે છે રૂ.43,169 કરોડનું રોકડ ભંડોળ

બાયબેકના સમાચાર એવા સમયે આવ્યા છે કે જ્યારે ભારતીય આઇટી કંપનીઓ શેરહોલ્ડર્સની ચિંતાઓ પર ધ્યાન આપવાના દબાણનો સામનો કરી રહી છે. જે કંપની પાસે રહેલી જંગી કેશ સંબંધિત છે. ડિસેમ્બર 2016ના અંત સુધી ટીસીએસ પાસે રૂ.43,169 કરોડનું રોકડ ભંડોળ છે.
 
બોર્ડ મીટિંગમાં થશે ચર્ચાઃ ચંદ્રશેખરન

ટીસીએસના પૂર્વ ચીફ એન ચંદ્રશેખરને બુધવારે જણાવ્યું હતું કે રોકાણકારો તરફથી ડિવિડન્ડ પોલિસીની સાથે શેરોના બાયબેકની દરખાસ્ત કંપનીને મળી હતી. તેમણે કહ્યું કે બોર્ડની બેઠકમાં રોકાણકારોના બંને પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે. ચંદ્રશેખરને એ પણ કહ્યું કે ટીસીએસે શેરહોલ્ડર્સને ડિવિડન્ડ પેમેન્ટ વધારીને ચૂકવી દીધું છે.
 
કોગ્નિઝન્ટ કરી ચૂકી છે રૂ.22,780 કરોડના શેરબાયબેકની જાહેરાત
 
તે પહેલા એનવાયએસઇમાં લિસ્ટેડ કોગ્નિઝન્ટ રૂ.22,780 કરોડના શેરોના બાયબેક અને ડિવિડન્ડની જાહેરાત કરી ચૂકી છે. તે પછી ઇન્ડસ્ટ્રીના જાણકારોએ ચેતવણી આપી હતી કે રોકાણકારો હવે ભારતીય કંપનીઓ પાસે બાયબેકની માગણી કરી શકે છે.
 
ઇન્ફોસીસની 12,000 કરોડના બાયબેકની હતી ચર્ચા

ગયા સપ્તાહમાં ઇન્ફોસીસના પૂર્વ સીએફઓ વી બાલકૃષ્ણને રોકાણકારોના હિતની સુરક્ષાના મુદ્દે બાયબેકની માગણી કરી હતી. કંપની પાસે રૂ.35,697 કરોડની કેશ છે.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.