• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Tax Saving Mutual Funds Gave Up To 26 Per Cent Return In 3 Years, Know The Top 5 ELSS Fund

ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડોએ 3 વર્ષમાં આપ્યું 26% સુધી વળતર, જાણો ટોપ 5 ELSS ફંડ

નવી દિલ્હીઃ આવક વેરો બચાવવા માટેના જુદા જુદા વિકલ્પોમાં એક વિકલ્પ ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણનો છે. ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડને ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ એટલે કે ઇએલએસએસ કહેવાય છે. જોકે, તેમાં રોકેલા નાણાંને શેરબજારમાં રોકવામાં આવે છે અને તેથી તેમાં જોખમ પણ રહેલું છે. તેમ છતાં સારું વળતર મેળવવા તથા ટેક્સના લાભના કારણે ઇએસએલએસમાં રોકાણ વધી રહ્યું છે. આવકવેરો બચાવતા ટોચના 5 ફંડોએ છેલ્લા 3 વર્ષમાં 26 ટકા જેટલું વળતર આપ્યું છે.
 
કેટલું મળ્યું છે વળતર
 
આ ફંડોમાં રોકવામાં આવેલા નાણાંને શેરબજારમાં રોકાણ કરવામાં આવે છે. તેથી તેમાં વળતર પણ બદલાતું રહે છે. જોકે, લાંબા સમયે શેરબજારમાં કરેલું રોકાણ ફાયદાકારક હોય છે. તેથી આ ફંડો વધારે આકર્ષક બને છે. આ ફંડોમાં ઓછામાં ઓછા 3 વર્ષ માટે રોકાણ કરવું જરૂરી હોય છે. એટલે કે તેમાં રોકાણનો લોક-ઇન પીરિયડ 3 વર્ષનો હોય છે. તેથી તેમાં સારા વળતરની શક્યતા રહે છે. છેલ્લા ત્રણ વર્ષના ટોચના ફંડોનું વળતર જોઇએ તો 28 ટકા જેટલું વળતર મળ્યું છે. જ્યારે અન્ય ટેક્સ સેવિંગ ફંડોનું વળતર 7 ટકાથી લઇને 9 ટકા સુધીનું છે.
 
ઇએલએસએસમાં રોકાણ કરવાના ફાયદા
 
વેરો બચાવવા માટે રોકાણના જે પણ સાધનો કે વિકલ્પો છે તેમાં સૌથી ઓછા લોક ઇન પીરિયડ અને ચડિયાતા વળતર તરીકે ઇએલએસએસ સૌથી સારો વિકલ્પ છે. અન્ય ટેક્સ સેવિંગ સાધનોમાં રોકાણ પાંચ વર્ષથી લઇને 15 વર્ષ સુધી ફિક્સ થઇ જાય છે. જેમકે ટેક્સ સેવિંગ એફડીમાં પાંચ વર્ષ સુધી રોકાણ રાખવું પડે છે જ્યારે પીપીએફમાં તો 15 વર્ષ પછી જ બહાર નિકળી શકાય છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, કઇ રીતે કરી શકો છો રોકાણ...
 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tax saving mutual funds gave up to 26 per cent return in 3 years, know the top 5 ELSS fund
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.