• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» The Rupees Has Outperformed And Rise 3.8 Percent This Year Compare To Dollar

મજબૂત રૂપિયાથી આ સ્ટોક્સમાં આવશે તેજી, રોકાણ માટે આ રીતે બનાવો સ્ટ્રેટેજી

નવી દિલ્હીઃચાલુ વર્ષે ભારતીય રૂપિયામાં 3.8 ટકાની તેજી આવી ચુકી છે. રૂપિયો 66નું મહત્વનું લેવલ પાર કરીને 65.45ની 17 મહિનાની ટોપ પર આવી ગયો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે રૂપિયામાં મજબૂતીનો ટ્રેન્ડ 1.5 થી 2 મહિના ટકી શકે છે. આ શોર્ટ ટર્મમાં પેટ્રોલિયમ, ફર્ટિલાઇઝર, મેટલ, માઇનિંગ અને કન્ઝમ્પશન બેઝડ સેકટર્સના શેરોમાં ઉછાળો આવશે. તો ઓટો, આઇટી સોફ્ટવેર, ફાર્મા સેકટરના ચોથા ક્વાર્ટરના માર્જિન પર નેગેટિવ અસર થઇ શકે છે.
 
રૂપિયામાં કેમ મજબૂતી
 
કેડિયા કોમોડિટીના અજય કેડિયાના જણાવ્યા અનુસાર ભારતમાં આર્થિક સુધારાની અસર હવે જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોનો ભરોસો વધ્યો છે.
 
શોટ ટર્મમાં રહેશે તેજી
 
અજય કેડિયાના મતે 17 નવેમ્બર 2015થી 14 માર્ચ 2017 દરમ્યાન રૂપિયાએ ક્યારેય પણ 66નું લેવલ ક્રોસ નથી કર્યું. 14 માર્ચે આ લેવલ તૂટી ગયું. આગળ 2 મહિનામાં 64.80ની લેવલ અડી શકે છે.
 
આ કંપનીઓમાં ફાયદો
 
રૂપિયાની મજબૂતીથી ઇન્ડિયન ઓઇલ, એચપીસીએલ, બીપીસીએલ જેવી ઇમ્પોર્ટ બેઝડ ઓઇલ કંપનીઓને ફાયદો થશે. તો કોરોમંડલ ઇન્ટરનેશનલ, ચંબલ ફર્ટિલાઇઝર્સ જેવી ડોમેસ્ટિક ફર્ટિલાઇઝર કંપનીઓના શેરોમાં ઉછાળો આવી શકે છે. ટાટા પાવર, અદાણી પાવર જેવી કોલસાની આયાત કરતી કંપનીઓને પણ રૂપિયામાં મજબૂતીથી ફાયદો થશે.
 
આગળની સ્લાઇડમાં શું હોય રોકાણની સ્ટ્રેટેજી...
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The Rupees Has Outperformed And Rise 3.8 Percent This Year Compare To Dollar
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.