• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Stocks Of Nifty Junior Index Jumped Upto 270% In One Year, Invest In These Companies

એક વર્ષમાં 270% સુધી ઊછળ્યા નિફ્ટી જુનિયરના શેરો, આ કંપનીઓમાં મળશે મોટું વળતર

નવી દિલ્હીઃ એનએસઇમાં મુખ્ય ઇન્ડેક્સમાં ગણાતા નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી સ્ટોક્સનું પ્રદર્શન અન્ય ઇન્ડેક્સની સરખામણીમાં ખૂબ સારું રહ્યું છે. એક વર્ષમાં આ ઇન્ડેક્સે 40 ટકા તેજી બતાવી છે. ઇન્ડેક્સમાં સામેલ શેરોએ તો 270 ટકા સુધીનું વળતર આપ્યું છે. માર્કેટ એક્સપર્ટનું અનુમાન છે કે ઇન્ડેક્સમાં સામેલ ઘણા શેરોમાં હજુ આગળ તેજી જોવા મળી શકે છે.
 
નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીનો શાનદાર દેખાવ

ગુરુવારના સેશનમાં બ્રોડ માર્કેટ ઇન્ડેક્સમાં સામેલ નિફ્ટી નેક્સ્ટ 50 એટલે કે નિફ્ટી જુનિયર સૌથી વધુ વધીને બંધ રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં 42 ટકા તેજી નોંધાવીને સૌથી સારું વળતર આપનાર ઇન્ડેક્સ રહ્યો છે. તેની સામે મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 50 એક વર્ષમાં 25 ટકા વધ્યો છે. જ્યારે મિડકેપ 100 ઇન્ડેક્સ 37 ટકા વધ્યો હતો. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સનું રીટર્ન નિફ્ટી જુનિયરથી થોડુક વધારે 46 ટકા જેટલું રહ્યું હતું. જોકે, એક્સપર્ટસ માને છે કે જોખમની રીતે સ્મોલકેપની સરખામણીમાં નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીમાં સામેલ શેરો ઘણા સારા છે. તેથી નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીનો દેખાવ વધારે મજબૂત ગણી શકાય.
 
એક વર્ષમાં 270 ટકા સુધી ઊછળ્યા શેરો
 
એક વર્ષ દરમિયાન નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી ઇન્ડેક્સમાં સામેલ શેરોમાં 270 ટકા સુધીની તેજી જોવા મળી છે. એક વર્ષમાં વેદાંતા 270 ટકા, એચપીસીએલ 130 ટકા, બજાજ ફિનસર્વ, 115 ટકા, આઇઓસી 100 ટકા, બજાજ ફાઇનાન્સ, પીએફસી, હિન્દુસ્તાન ઝિંક, પીએનબી અને પિરામલ એન્ડરપ્રાઇઝિસમાં 80 ટકાથી વધારે તેજી રહી છે. ખાસ વાત એ છે કે ઇન્ડેક્સમાં સામેલ અડધા શેરોએ રોકાણકારોને નિફ્ટીથી વધારે એટલે કે 25 ટકાથી વધારે વળતર આપ્યું છે. 
 
ટ્રેડ સ્વિફ્ટના ડાયરેક્ટર સંદીપ જૈનના મતે, નિફ્ટી નેક્સ્ટ 50ના શેરોમાં તેજીના કારણે ઇન્ડેક્સ વધ્યો છે. તેઓ કહે છે કે ઇન્ડેક્સના શેરો મિડકેપ અને લાર્જ કેપની વચ્ચેની કડી જેવા છે. આ કંપનીઓના ફંડામેન્ટલ્સ મજબૂત હોય છે અને નાની કંપનીઓની તુલનામાં જોખમ પણ ઓછું હોય છે. આના કારણે અનેક શેરોની મુખ્ય ઇન્ડેક્સમાં સામેલ થવાની શક્યતા પણ રહે છે. બ્રોકરેજ હાઉસના રીપોર્ટમાં ઇન્ડેક્સના શેરોમાં આગળ તેજીનું અનુમાન આપવામાં આવ્યું છે.
 
આગળ જાણો, ઇન્ડેક્સના ક્યા શેરોમાં કરી શકાય રોકાણ
 

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.