• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Stock Price Manipulation Alleged In 32000 Company Due Sebi And Tax Dept Investigating

ટેક્સ ચોરીમાં સેબી-IT કરી રહ્યા છે 32,000 કંપનીઓની તપાસ, શેરોની કિંમતમાં ગરબડનો આરોપ

નવી દિલ્હીઃ ટેક્સ ચોરીના આરોપોમાં સેબી અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ 32,000 કંપનીઓની તપાસ કરી રહ્યા છે. આ કંપનીઓ પર શેરની કિંમતોમાં ગરબડ કરવાનો આરોપ લાગ્યો છે. સેબીએ જણાવ્યું છે કે જો આ કંપનીઓ તરફથી ખરેખર કોઇ ગરબડ પકડાશે તો તેમની સામે તેમજ આ કામમાં સંડોવાયેલા તેમના ડાયરેક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
 
સેબી બોર્ડ સામે રાખવામાં આવશે પ્રપોઝલ

સેબીએ જણાવ્યું છે કે કંપનીઓની તપાસ પછી જે પણ માહિતી પ્રાપ્ત થશે તેને આગળની કાર્યવાહી માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અપાશે. સૂત્રોએ જણાવ્યું કે આ સપ્તાહમાં સેબી બોર્ડ સમક્ષ આ અંગેની દરખાસ્ત મૂકવામાં આવશે. તેની સાથે એ એનાલિસીસ પણ મૂકવામાં આવશે કે જેમાં અલગ અલગ સ્ટોક્સમાં લેણ દેણની વિગતો છે. આઇટીએ આ શેરોનું એનાલિસિસ કરવા જણાવ્યું હતું.
 
કંપનીઓની થઇ રહી છે ઓળખ

સૂત્રોએ જણાવ્યું કે એનાલિસીસના આધારે 32,000થી પણ વધારે કંપનઓની ઓળખ કરી લેવાઇ છે. અલગ અલગ કેટેગરીની આ કંપનીઓ વિરુદ્ધ આગળ પણ તપાસ થશે. આ સ્કીમ્સને લિસ્ટેડ કંપનીઓ, ઓપરેટર્સ અને તેમની સાથે સંકળાયેલી કંપનીઓએ તૈયાર કરી છે. આ સ્કીમ્સનો ઉપયોગ ખોટી રીતે નફો કમારા માટે અને ખોટા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પર નુકસાન બતાવવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેશ ચૂકવણીના આધાર પર જનરેટ કરવામાં આવ્યો હતો. પ્રોવાઇડર્સે તેને બહાર નિકળવા માટે કેશ ચુકવણી કરી હતી.
 
વધુ માહિતી માટે આગળની સ્લાઇડ અથવા નીચેની સ્લાઇડ પર ક્લિક કરો...

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.