• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» Share Of Domestic Industry Reduced In Solar Market

સોલર માર્કેટ પર વધી રહ્યો છે ચીનનો કબજો, 13 ટકામાં અટકી છે દેશી કંપનીઓ

નવી દિલ્હીઃ એક બાજુ જ્યાં પાકિસ્તાનનો સાથ આપવા બદલ ચીન સામે દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે, જ્યારે બીજી તરફ સોલર માર્કેટ પર ચીનનો કબજો વધતો રહ્યો છે. તેની સાથે સાથે દેશી કંપનીઓનો હિસ્સો ઘટતો રહ્યો છે. ચીન ભારતમાં લગભગ 82 ટકા સોલર મોડ્યુલ અને સેલ ઇમ્પોર્ટ કરી રહ્યું છે. જે દર વર્ષે વધતું રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે દેશમાં હિસ્સેદારી ઓછી હોવા છતાં ભારતીય કંપનીઓની નિકાસ વધી રહી છે.
 
ચીનનો કેટલો છે હિસ્સો 
 
મોદી સરકાર દ્વારા સોલર પાવરનો ટાર્ગેટ પાંચગણો વધાર્યા પછી સોલર માર્કેટમાં ઘણી તેજી આવી ગઇ છે અને સોલર મોડ્યુલ અને સેલની માગ વધી ગઇ છે. પરંતુ સ્થાનિક ઉદ્યોગ તેનો લાભ લે પહેલા ચીનની કંપનીઓએ મોડ્યુઅલ અને સેલની આયાત વધારીને માર્કેટમાં કબજો કરી લીધો છે. જોકે, મલેશિયા, તાઇવાન, યુએસે પણ ભારતમાં પોતાની આયાત વધારી હતી, જે ઘટી રહી છે. ભારતના સોલર માર્કેટમાં ચીનનો હિસ્સો 75 ટકા સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષ સુધી 50 ટકા હતો. કન્સલ્ટિંગ ફર્મ મેરકોમ કેપિટલ ગ્રુપ દ્વારા જારી રીપોર્ટમાં કહ્યું છે કે એકલું ચીન ભારતને 82 ટકા ઇમ્પોર્ટ કરે છે.
 
કેટલી છે સ્થાનિક કંપનીઓની હિસ્સેદારી
 
કન્સલ્ટન્સી ફર્મ બ્રિજ-ટુ-ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર, ગયા વર્ષ સુધી ભારતના સોલર માર્કેટમાં દેશી કંપનીઓની હિસ્સેદારી લગભગ 26 ટકા હતી તે હવે ઘટીને 13 ટકા પહોંચી ગઇ છે. રીપોર્ટમાં જણાવ્યું છે કે જે રીતે ચીનની કંપનીઓ ભારતમાં સસ્તા મોડ્યુઅલ અને સેલ સપ્લાય કરી રહી છે તેથી દેશી કંપનીઓની હિસ્સેદારી વધવાની શક્યતા નથી દેખાતી.
 
પરંતુ વધી રહી છે નિકાસ
 
એ હેરાન કરનારી વાત છે કે દેશમાં સોલર માર્કેટમાં દેશી કંપનીઓનો હિસ્સો ઘટી રહ્યો છે પરંતુ તેમની નિકાસ વધી રહી છે. મેરકોમનો રીપોર્ટ બતાવે છે કે અગાઉ જ્યાં દેશી કંપનીઓએ પ્રથમ ક્વાર્ટરમાં 127 કરોડ રૂપિયાના સોલર મોડ્યુઅલ અને સેલ એક્સપોર્ટ કરી હતી જે આ વર્ષે વધીને 274 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. એટલે કે 116 ટકાનો વધારો થયો છે. ભારતીય કંપનીઓ સૌથી વધારે યુકેમાં સોલર મોડ્યુઅલ અને સેલ એક્સપોર્ટ કરે છે. આ ઉપરાંત, ઇટાલી, બેલ્જિયમ, યુએસએ, કેનેડા પણ સામેલ છે. વળી, ચીનમાં પણ 10 ટકા એક્સપોર્ટ થાય છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- શું કરે છે સરકાર...
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Share Of Domestic Industry Reduced In Solar Market
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.