• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Shankara Building Products IPO Launch On 22 March At Rs440-460 Per Share

શંકરા બિલ્ડિંગ પ્રોડક્ટ્સ લિમિટેડનો આઇપીઓ 22 માર્ચે ખુલશે

શંકરા બિલ્ડિંગ પ્રોડક્ટ્સ લિમિટેડનો આઇપીઓ 22 માર્ચે ખુલશે
અમદાવાદઃ ઘર અને બિલ્ડિંગ માટે પ્રોડકટ્સ બનાવતીશંકરા બિલ્ડિંગ પ્રોડક્ટ્સ લિમિટેડનો આઇપીઓ 22 માર્ચ, 2017ને બુધવારે ખુલશે. બેંગલુરૂની કંપની અને ફેરવિન્ડ પ્રાઇવેટ ઇક્વિટી દ્ધારા સંચાલિત આ આઇપીઓની પ્રાઇસ બેન્ડ 440 થી 460 રૂપિયા રાખવામાં આવી છે. ઇશ્યૂની કુલ સાઇઝ 345 કરોડ રૂપિયા છે. જેમાં શંકરા 45 કરોડના નવા શેર ઇશ્યૂ કરશે, તો હાલના રોકાણકાર ફેરવિન્ડ ટ્રાસ્ટીઝ ઓફ રિલાયન્સ પીઇ 5.7 મીલિયન ઇક્વિટી શેર્સનું વેચાણ કરશે. કંપનીના ફાઉન્ડર અને એમડી સુકુમાર શ્રીનિવાસ 816252 શેર્સનું વેચાણ ઓફર ફોર સેલ દ્ધારા કરશે.
 
શંકરા બિલ્ડિંગ પ્રોડકટ્સનો આઇપીઓ 24 માર્ચે બંધ થશે. ફેરવિન્ડઝનો કંપનીમાં 34.78 ટકા હિસ્સો છે. જેણે 2011માં 80 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કંપનીની યોજના 38 કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાની છે અને બાકીના નાણાં જનરલ કોર્પોરેટ હેતુ માટે ઉપયોગમાં લેવાશે.
 
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) આઇડીએફસી બેંક લિમિટેડ, ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને એચડીએફસી બેંક લિમિટેડ છે. 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shankara Building Products IPO launch on 22 March at Rs440-460 per share
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.