• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Tanked 219 Points From Day High Due To Selling In ITC And ICICI Bank

વેચવાલીથી સેન્સેક્સ ઉપલા સ્તરથી 219 અંક ગબડ્યો, ITC, ICICI બેન્ક લૂઝર, HDFC બેન્ક, RIL વધ્યા

વેચવાલીથી સેન્સેક્સ ઉપલા સ્તરથી 219 અંક ગબડ્યો, ITC, ICICI બેન્ક લૂઝર, HDFC બેન્ક, RIL વધ્યા
બિઝનેસ ડેસ્કઃ બજારોમાં પ્રારંભિક ઊછાળામાં ઉપલા સ્તરોએ વેચવાલી આવતા ઘટાડો આવ્યો હતો. સવારે બીએસઇ સેન્સેક્સ 160 પોઇન્ટ વધીને ખુલ્યો હતો અને ઉપર 29,584 સુધી ગયો હતો, પરંતુ પછી વેચવાલી આવતા ઘટ્યો હતો અને અંતે 57.09 (-0.19%) પોઇન્ટ ઘટીને 29,365.30 પર બંધ રહ્યો છે. આમ, ઉપલા સ્તરની બીએસઇનો ઇન્ડેક્સ 219 પોઇન્ટ ગબડ્યો હતો. એ જ રીતે, એનએસઇનો નિફ્ટી ઉપર 9183.65 સુધી વધ્યો હતો પરંતુ અંતે 17 પોઇન્ટ ઘટીને 9,119.40 પર બંધ થયો છે. જોકે, બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 0.25 ટકા વધ્યો છે.
 
એફએમસીજી, ઓટો, પીએસયુ બેન્ક, ફાર્મામાં વેચવાલીથી ઘટાડો
 
એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્કો અને ઓટો સેક્ટર પર દબાણ રહ્યું હતું. એનએસઇમાં એફએમસીજી ઇન્ડેક્સ સૌથી વધુ 1.21 ટકા ઘટ્યો હતો. ઉપરાંત ફાર્મા 0.94 ટકા અને ઓટો 0.59 ટકા ઘટ્યા હતા. પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.90 ટકા ઘટ્યો હતો. ઉપરાંત, મેટલ અને આઇટીમાં પણ ઘટાડો હતો.
 
રીયલ્ટી, એનર્જી, ટેલિકોમ, પાવર સેક્ટર વધ્યા

જ્યારે રીયલ્ટી સેક્ટર ખૂબ મજબૂત હતું. એનએસઇમાં રીયલ્ટી ઇન્ડેક્સ 2.47 ટકા ઊછળ્યો હતો. ઉપરાંત એનર્જી ઇન્ડેક્સ 1 ટકા, ટેલિકોમ 0.75 ટકા વધ્યા હતા.  બેન્ક નિફ્ટી 0.30 ટકા વધીને 21,553.80 પર બંધ રહ્યો હતો. પ્રાઇવેટ સેક્ટર ઇન્ડેક્સ 0.30 ટકા વધ્યો હતો. પાવર 0.28 ટકા અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ પણ 0.17 ટકા વધ્યા હતા.
 
આઇટીસી, સન ફાર્મા, આઇસીઆઇસીઆઇ, એચડીએફસી ગબડ્યા

સેન્સેક્સમાં 30માંથી 23 શેરો ઘટીને બંધ રહ્યા છે તેમાં આઇટીસી, સન ફાર્મા, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી ગબડતા 2.65 ટકાથી 0.77 ટકા ગબડતા દબાણ વધ્યું હતું. અન્ય ઘટેલા શેરોમાં અદાણીપોર્ટસ, પાવરગ્રિડ, એમએન્ડએમ, ટાટા મોટર્સ, વિપ્રો, એચયુએલ, મારુતિ, ટાટા સ્ટીલ, ટીસીએસ, એક્સિસ બેન્ક, ઇન્ફોસીસ અને ભારતી એરટેલ 1.85 ટકાથી 0.53 ટકા ઘટ્યા હતા.
 
એચડીએફસી બેન્ક, રિલાયન્સ, એટીપીસી વધ્યા

સેન્સેક્સમાં વધેલા શેરોમાં એચડીએફસી બેન્ક 2.38 ટકા ઊછળીને ટોપ ગેઇનર બન્યો હતો. ઉપરાંત, રિલાયન્સ 2.22 ટકા, એનટીપીસી 1.83 ટકા વધીને મોખરે રહ્યા હતા. ઉપરાંત એશિયન પેઇન્ટસ, એલએન્ડટી અને હીરો મોટોકોર્પ તથા ઓએનજીસી વધ્યા હતા.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex tanked 219 points from day high due to selling in ITC and ICICI Bank
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.