• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Slipped 95 Points Losing Initial Gain Due To Elling In Metal, Pharma, Auto, Infra, Realty

આખરી કલાકમાં વેચવાલી આવતા ઊછાળો ધોવાયો, સેન્સેક્સ 95 અંક ઘટ્યો

આખરી કલાકમાં વેચવાલી આવતા ઊછાળો ધોવાયો, સેન્સેક્સ 95 અંક ઘટ્યો
બિઝનેસ ડેસ્કઃ ગ્લોબલ સંકેતો અને યુરોપીયન માર્કેટ્સ નબળા ખુલ્યા પછી ભારતીય શેરબજારોમાં મંગળવારે પ્રારંભિક તેજી ધોવાઇ ગઇ હતી. સેન્સેક્સ સેશનના આખરી કલાકમાં ઉપલા સ્તરથી 380 પોઇન્ટ અને નિફ્ટી 101 પોઇન્ટ તૂટ્યા હતા. ઓટો, આઇટી, મેટલ, એફએમસીજી, ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને કેપિટલ ગુડ્ઝમાં વેચવાલી આવવાથી સેન્સેક્સ અંતે 95 અંક ગબડીને 29,319 પર અને નિફ્ટી 34 પોઇન્ટ ઘટીને 9105 પર બંધ રહ્યા હતા.
 
કેમ આવ્યો બજારમાં ઘટાડો
 
ટ્રેડ સ્વિફ્ટ બ્રોકિંગના ડાયરેક્ટર સંદીપ જૈન કહે છે કે યુરોપીયન માર્કેટની નબળી શરૂઆત અને આખરી કલાકમાં પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં ઘટાડો આવ્યો.
 
બેન્કિંગ સિવાયના બધા ઇન્ડેક્સ ઘટ્યા
 
- મેટલ, ફાર્મા, ઓટો, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, રીયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં સૌથી વધુ વેચાણ થયુ હતું અને તેથી મોટો ઘટાડો આવ્યો હતો. નિફ્ટીના મેટલ ઇન્ડેક્સમાં 1.76 ટકા, ફારમાં 0.89 ટકા અને ઓટો ઇન્ડેક્સમાં 0.77 ટકાનો ઘટાડો આવ્યો હતો. બીએસઇમાં કેપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ 0.69 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ 0.73 ટકા, રીયલ્ટી 3.48 ટકા અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 0.45 ટકા ઘટ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટી 0.11 ટકા વધીને 21672 પર બંધ રહ્યો હતો, જે ઇન્ટ્રા-ડે 21,950 સુધી વધ્યો હતો. 
 
ટાટા સ્ટીલ, રિલાયન્સ, ટાટા મોટર્સ, એલએન્ડટી ગબડ્યા

સેન્સેક્સમાં 30માંથી 21 શેરો અને નિફ્ટીમાં 50માંથી 38 શેરો ઘટીને બંધ રહ્યા છે. સેન્સેક્સમાં ટાટા સ્ટીલ સૌથી વધુ 2.55 ટકા, રિલાયન્સ 1.5 ટકા, સન ફાર્મા 1.76 ટકા, ટાટા મોટર્સ 1.20 ટકા, ડો રેડ્ડી 1.12 ટકા, એક્સિસ બેન્ક 0.89 ટકા, એલએન્ડટી 0.55 ટકા, ટીસીએસ 0.53 ટકા, ઇન્ફોસીસ 0.26 ટકા ઘટ્યા હતા. 
 
એનટીપીસી, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક ગબડ્યા

સેન્સેક્સના વધેલા શેરોમાં એનટીપીસી 1.60 ટકા વધીને મોખરે રહ્યો હતો. ઉપરાંત વિપ્રો, એચડીએફસી બેન્ક અને એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, ગેઇલ, મારુતિ અને એસબીઆઇ પણ વધ્યા હતા.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex slipped 95 points losing initial gain due to elling in metal, pharma, auto, infra, realty
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.