• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Slipped 130 Points Due To Profit Booking In IT, Telecom, Banks

પ્રોફિટ બુકિંગથી સેન્સેક્સ 130 અંક ઘટ્યો, આઇટી, ટેલિકોમ, બેન્કોમાં વેચવાલીઃ આઇડિયા 10% તૂટ્યો

પ્રોફિટ બુકિંગથી સેન્સેક્સ 130 અંક ઘટ્યો, આઇટી, ટેલિકોમ, બેન્કોમાં વેચવાલીઃ આઇડિયા 10% તૂટ્યો
બિઝનેસ ડેસ્કઃસપ્તાહના પ્રથમ દિવસે પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજારોમાં ઘટાડો આવ્યો હતો. બીએસઇ સેન્સેક્સ -130.25 (-0.44%) પોઇન્ટ ઘટીને 29,518.74 પર બંધ રહ્યો છે. નિફ્ટી -33.20 (-0.36%) પોઇન્ટ ઘટીને 9,126.85 પર બંધ થયો છે. ગયા સપ્તાહની તેજીના પગલે બેન્ચમાર્ક નિર્દેશાંકો રેકોર્ડ સ્તરોએ વધ્યા હતા જેમાં નિફ્ટી તેની લાઇફટાઇમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આજે વોડાફોન અને આઇડિયાના મર્જરના સમચાર પછી આઇડિયાનો શેર 10 ટકા તૂટ્યો હતો.
 
આઇટી, ટેક, ટેલિકોમ, એનર્જી અને બેન્કોમાં ઘટાડો

આજના સેશનમાં આઇટી અને ટેકનોલોજીમાં સૌથી વધારે ઘડાડો જોવા મળ્યો હતો. બીએસઇમાં આઇટી અને ટેક ઇન્ડેક્સ અનુક્રમે 1.36 ટકા અને 1.23 ટકા ઘટ્યા હતા. બીએસઇમાં ટેલિકોમ સેક્ટર પણ 1.11 ટકા ગબડ્યું હતું. ઉપરાંત, એનર્જી 0.75 ટકા, ઓઇલ એન્ડ ગેસ 0.52 ટકા ઘટ્યા હતા. એનએસઇમાં બેન્ક નિફ્ટી 0.27 ટકા ઘટીને 21,117.85 પર બંધ રહ્યો હતો. જેમાં પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 0.47 ટકા ઘટ્યો હતો. રીયલ્ટી પણ 0.43 ટકા ઘટ્યો હતો.
 
ફાર્મા, એફએમસીજી, પીએસયુ બેન્ક વધ્યા

જ્યારે વધેલા સેક્ટર્સ જોઇએ તો, ફાર્મા, એફએમસીજી, મીડિયા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.36થી 0.31 ટકા વધ્યા છે. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ અનુક્રમે 0.30 ટકા અને 0.17 ટકા વધ્યા છે.
 
વોડાફોનના મર્જરના સમાચાર પછી આઇડિયા 10 ટકા તૂટ્યો

આઇડિયાના બોર્ડે વોડાફોન સાથે મર્જરને મંજૂરી આપ્યાના સમાચાર પછી આઇડિયાના શેરમાં વેચવાલી આવતા અગાઉ ઝડપથી આવેલી તેજી ગાયબ થઇ ગઇ હતી અને શેર 10 ટકાથી વધુ તૂટીને રૂ.92ના તળિયે અડ્યો હતો. જોકે, શેર અંતે 9.5 ટકાના ઘટાડા સાથે રૂ.97.60 પર બંધ રહ્યો હતો. વોડાફોનના આઇડિયામાં મર્જર પછી બનનારી કંપની દેશની ટોચની ટેલિકોમ બનશે.
 
એક્સિસ બેન્ક, ઇન્ફોસીસ, ટીસીએસ, રિલાયન્સ ગબડ્યા, જ્યારે એનટીપીસી, એચડીએફસી બેન્ક વધ્યા

સેન્સેક્સમાં 15 શેરો ઘટીને અને એટલા જ શેરો વધીને બંધ રહ્યા છે. એક્સિસ બેન્ક 2.41 ટકા તૂટીને ટોપ લુઝર બન્યો હતો. ઉપરાંત, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસીસ, ટીસીએસ, વિપ્રો, રિલાયન્સ, ટાટા સ્ટીલ, એલએન્ડટી, એચયુએલ જેવા શેરો 2 ટકાથી 0.40 ટકા વચ્ચે ઘટ્યા હતા. જ્યારે એનટીપીસી, કોલ ઇન્ડિયા, ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, ઓેનજીસી, આઇટીસી, 0.87 ટકાથી 0.32 ટકા વચ્ચે વધ્યા છે.
 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex slipped 130 points due to profit booking in IT, telecom, banks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.