• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Rose 86 Points Led By HDFC And HDFC Bank And Buying In IT And Auto

એચડીએફસીના ટેકે સેન્સેક્સ 86 અંક વધ્યો, આઇટી, ઓટો, PSU બેન્કોમાં લેવાલી

એચડીએફસીના ટેકે સેન્સેક્સ 86 અંક વધ્યો, આઇટી, ઓટો, PSU બેન્કોમાં લેવાલી
બિઝનેસ ડેસ્કઃગુરુવારે ભારતીય શેરબજારો વધીને બંધ રહ્યા છે. આઇટી, ઓટો અને રીયલ્ટી સેક્ટરમાં લેવાલી અને એશિયા તથા યુરોપના માર્કેટમાં રીકવરીના કારણે સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. સેન્સેક્સ 86 અંક વધીને 29,422 પર બંધ રહ્યો છે. નિફ્ટી 33 પોઇન્ટ વધીને 9136 પર બંધ થયો હતો. આ ઉપરાંત નાના શેરોમાં પણ ખરીદી આવતા બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.66 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.14 ટકા વધ્યા હતા.
 
આઇટી, પીએસયુ બેન્કો, રીયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓટો વધ્યા

આજના સેશનમાં ઓટો, એફએમસીજી, આઇટી, મીડિયા, રીયલ્ટી, પીએસયુ બેન્કો, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને કેપિટલ ગુડ્ઝ સેક્ટરમાં સારી લેવાલી આવી હતી. એનએસઇમાં ઓટો ઇન્ડેક્સ 0.80 ટકા, એફએમસીજી 0.46 ટકા, આઇટી 0.95 ટકા, મીડિયા 2 ટકા અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.90 ટકા વધ્યા હતા. ઉપરાંત એનએસઇનો રીયલ્ટી ઇન્ડેક્સ 2.11 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ 1.23 ટકા, કેપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ 0.69 ટકા વધ્યા હતા.
 
બેન્કિંગ, ફાર્મા, પાવર, મેટલમાં ઘટાડો

જોકે, બેન્કિંગ સેક્ટર પર દબાણ રહ્યું હતું. બેન્ક નિફ્ટી 0.30 ટકા ઘટીને 21500ની નીચે બંધ રહ્યો. પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 0.71 ટકા ઘટ્યો હતો. ઉપરાંત, ફાર્મા, પાવર, ઓઇલ એન્ડ ગેસ અને મેટલ સેક્ટર પણ દબાણમાં રહ્યા હતા.
 
ટોપ ગેઇનર્સ શેરો

ગુરુવારે સેન્સેક્સમાં ગેઇલ સૌથી વધુ 2 ટકા વધીને મોખરે રહ્યો હતો. ઉપરાંત, અદાણી પોર્ટસ, એચડીએફસી, એશિયન પેઇન્ટસ, મારુતિ, ટીસીએસ, લુપિન, એમએન્ડએમ, એચડીએફસી બેન્ક, ઇન્ફોસીસ, બજાજ ઓટો, એચયુએલ, એલએન્ડટી, ટાટા સ્ટીલ સહિતના શેરો 1.83 ટકાથી 0.56 ટકા વઘ્યા હતા.
 
આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, સન ફાર્મા ગબડ્યા

સેન્સેક્સમાં આઇસીઆઇસીઆઇ બેન્ક 2.90 ટકા ઘટીને ટોપ લુઝર રહ્યો હતો. ઉપરાંત એક્સિસ બેન્ક પણ 2.26 ટકા ગબડ્યો હતો. અન્ય ઘટેલા શેરોમાં સન ફાર્મા, પાવરગ્રિડ, એનટીપીસી, કોલ ઇન્ડિયા 1.28 ટકાથી 0.78 ટકા ઘટ્યા હતા.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex rose 86 points led by HDFC and HDFC Bank and buying in IT and auto
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.