• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Rose 17 Points And Nifty Ended On 9100 After Listless Move

સુસ્ત ચાલના અંતે સેન્સેક્સ 17 અંક વધ્યો, નિફ્ટી 9100 પર બંધઃ મિડ-સ્મોલકેપ વધ્યા

સુસ્ત ચાલના અંતે સેન્સેક્સ 17 અંક વધ્યો, નિફ્ટી 9100 પર બંધઃ મિડ-સ્મોલકેપ વધ્યા
બિઝનેસ ડેસ્કઃ વૈશ્વિક બજારોના નબળા સંકેતોના કારણે ભારતીય શેરબજારો બુધવારે સુસ્ત અને સાંકડી રેન્જમાં રહ્યા પછી સપાટ બંધ રહ્યા છે. સેન્સેક્સ 150 પોઇન્ટ ઉપર નીચે ફર્યા પછી અંતે 17.47 પોઇન્ટ વધીને 29,336.57 પર બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી 1.65 ટકા ઘટીને 9,103.50 પર બંધ રહ્યો છે. નિફ્ટી ઇન્ટ્રા-ડે 9,100ને તોડીને 9,075 સુધી નીચે ગયો હતો.
 
પીએસયુ બેન્કો, આઇટી અને ફાર્મા ઘટ્યા, જ્યારે રીયલ્ટી ઇન્ફા અને એનર્જી વધ્યા
 
આજના સેશનમાં બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેગમેન્ટમાં વેચવાલી રહેતા ઘટાડો રહ્યો હતો. ખાસ કરીને એનએસઇમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ 1.65 ટકા ઘટ્યો હતો. બેન્ક નિફ્ટી 0.53 ટકા ઘટીને 21,556.35 પર બંધ રહ્યો છે. ઉપરાંત આઇટી 0.34 ટકા અને ફાર્મા 0.34 ટકા ઘટ્યા હતા. જ્યારે મીડિયા 1.55 ટકા, રીયલ્ટી 1.47 ટકા, મેટલ 0.50 ટકા, ઇન્ફ્રા 1.30 ટકા, એનર્જી 0.58 ટકા અને ઓટો 0.18 ટકા વધ્યા હતા.
 
મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ વધ્યા

જોકે, નાના શેરોમાં સારી ખરીદી રહી હતી. તેના પગલે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.66 ટકા વધ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.76 ટકા વધ્યો હતો. મિડકેપ શેરોમાં સન ટીવી 5.56 ટકા, એમઆરપીએલ 5.3 ટકા બીઇએલ 4 ટકા બેરક્રોપ 3.9 ટકા અને એક્સાઇડ ઇન્ડ 3.7 ટકા વઘ્યા હતા. સ્મોલકેપ શેરોમાં હેથવે 19.89 ટકા, હિટાચી 13.75 ટકા, વીઆઇવી મીડિયા અને શાલિમાર પેઇન્ટ 12.6 ટકા વધ્યા હતા. 
 
170 શેરો 52 સપ્તાહની ટોચે પહોંચ્યા

માર્કેટમાં સુસ્તી વચ્ચે બુધવારે 172 શેરો વર્ષના ટોચના સ્તરે પહોંચ્યા હતા. તેમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ, એક્સાઇડ ઇન્ડિયા, એવરેડી, જીએસપીએલ, ઇન્ડિયા સીમેન્ટ્સ, એમઆરએફ, પેટ્રોનેટ એલએનજી, પાવરગ્રિડ, સુબ્રોસ, ટાટા કેમિકલ્સનો સમાવેશ થાય છે. જ્યારે 40થી વધારે શેરો ઓલ ટાઇમ ઊંચી સપાટીએ વધ્યા છે.

એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસીસ ઘટ્યા, જ્યારે પાવરગ્રિડ, અદામી પોર્ટસ વધ્યા

સેન્સેક્સના 30માંથી 15 શેરો ઘટ્યા હતા જ્યારે 14 શેરો વધ્યા હતા. ઘટેલા શેરોમાં એસબીઆઇ 2 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 0.72 ટકા, ડો રેડ્ડી 0.73 ટકા, ઓએનજીસી 0.66 ટકા, ઇન્ફોસીસ 0.40 ટકા, ટીસીએસ 0.30 ટકા ઘટ્યા હતા. જ્યારે પાવર ગ્રિડ 4.35 ટકા ઊછળીને ટોપ ગેઇનર હતો. ઉપરાંત, અદાણી પોર્ટસ, મારુતિ, એચડીએફસી, ભારતી, વિપ્રો, એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક 1.88 ટકાથી 0.25 ટકા વચ્ચે વધ્યા હતા.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex rose 17 points and Nifty ended on 9100 after listless move
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.