• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Rises 173 Poinys And Nifty Reaches Near 8300 Led By Metal, Auto And Fmcg

સેન્સેક્સ 173 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 8300 નજીકઃ સાર્વત્રિક ખરીદીના ટેકે બજાર વધ્યું

સેન્સેક્સ 173 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 8300 નજીકઃ સાર્વત્રિક ખરીદીના ટેકે બજાર વધ્યું
બિઝનેસ ડેસ્કઃ ભારતીય શેરબજારોમાં નીચા સ્તરે આવેલી ખરીદીના ટેકે ઘણા દિવસો પછી મંગળવારે તેજીનું વલણ જોવા મળ્યું છે અને બેન્ચમાર્ક નિર્દેશાંકો દિવસની ટોચ નજીક બંધ રહ્યા છે. સેન્સેક્સ 173 (+0.65%) પોઇન્ટ વધીને 26,899.56 પર બંધ રહ્યો છે. નિફ્ટી 52.55 (+0.64%) પોઇન્ટ વધીને 8,288.60 પર બંધ થયો છે. મેટલ, ઓટો, એફએમસીજી, ઇન્ફ્રા અને બેન્કોએ તેજીની આગેવાની લીધી હતી.
 
મેટલ, ઓટો, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઇન્ફ્રા તેજીમાં આગળ રહ્યા, જ્યારે રીયલ્ટીમાં ઘટાડો
 
આજના સેશનમાં મોટા ભાગના સેક્ટર્સમાં પોઝિટિવ વલણ જોવા મળ્યું છે તેમાં મેટલ, ઓટો, એફએમસીજી, ઇન્ફ્રા અને બેન્કો 1.4 ટકા સુધી વધીને મોખરે રહ્યા છે. એનએસઇમાં મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ 1.44 ટકા ઊછળ્યો હતો. જ્યારે ઓટો ઇન્ડેક્સ 1.30 ટકા વધ્યો હતો. તેની સાથે એફએમસીજી 0.91 ટકા, એનર્જી 0.90 ટકા અને ઇન્ફ્રા 0.85 ટકા વધ્યા હતા. બેન્ક નિફ્ટી 0.74 ટકા વધીને 18,422 થયો હતો. ઉપરાંત, ફાર્મા 0.45 ટકા, આઇટી 0.26 ટકા વધ્યા હતા. બીએસઇમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ 1 ટકા, પાવર 0.83 ટકા, ઓઇલ એન્ડ ગેસ 0.74 ટકા, ટેલિકોમ 0.54 ટકા વધ્યા હતા. જ્યારે રીયલ્ટી ઇન્ડેક્સ 0.42 ટકા ઘટ્યો હતો. નોટબંધીથી રીયલ્ટી સેક્ટર્સને વેચાણ ઘટવાથી રૂ.22,600 કરોડનો ફટકો પડ્યાના એક રીપોર્ટના કારણે શેરોમાં વેચવાલી રહી હતી.
 
અદાણીપોર્ટસ, ટાટા મોટર્સ, આઇટીસી વધ્યા
 
સેન્સેક્સના 30માંથી 21 શેરો અને નિફ્ટીના 50માંથી 39 શેરો વધીને બંધ રહ્યા છે. અદાણી પોર્ટસ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટસ, એચડીએફસી બેન્ક, આઇટીસી, રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, સન ફાર્મા, ભારતી, મારુતિ, ટીસીએસ, એલએન્ડટી સહિતના શેરો 3.25 ટકાથી 0.4 ટકા વધ્યા હતા.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.