• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Lost Initial Gain And Dropped 19 Points Due To Selling In Pharma And IT Stocks

ફાર્મા અને આઇટીમાં વેચવાલીથી પ્રારંભિક વધારો ધોવાયો, સેન્સેક્સ 19 અંક ઘટ્યો

ફાર્મા અને આઇટીમાં વેચવાલીથી પ્રારંભિક વધારો ધોવાયો, સેન્સેક્સ 19 અંક ઘટ્યો
બિઝનેસ ડેસ્કઃ એશિયા અને યુરોપના બજારોના પગલે ભારતીય શેરબજારો શુક્રવારે શરૂઆતમાં વધ્યા હતા પરંતુ અંતે પ્રારંભિક વધારો ગુમાવીને ફ્લેટ બંધ રહ્યા છે. સેન્સેક્સ શુક્રવારે સવારે પોઝિટિવ ખુલીને 107 પોઇન્ટ વધીને 31,182.73ની ટોચે ગયો હતો. પરંતુ છેલ્લા દોઢ કલાકમાં ફાર્મા અને આઇટીમાં આવેલી વેચવાલીથી ઘટ્યો હતો અને અંતે -19.33 પોઇન્ટ ઘટીને 31,056.40 પર બંધ રહ્યો છે. એ જ રીતે, નિફ્ટી ઉપર 9,616 સુધી વધ્યા પછી અંતે પોઇન્ટ 10 પોઇન્ટ વધીને 9,588 પર બંધ થયો છે. 
 
ફાર્મા અને આઇટી સેક્ટર્સમાં વેચવાલીથી મોટો ઘટાડો
 
આજના સેશનમાં ખાસ કરીને ફાર્મા અને આઇટી સેક્ટર્સમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. એનએસઇમાં ફાર્મા ઇન્ડેક્સ 1.76 ટકા ગબડ્યો હતો. અગ્રણી ફાર્મા શેરો લુપિન 4.24 ટકા, સન ફાર્મા 2.63 ટકા, સિપ્લા 2.40 ટકા અને ડો રેડ્ડી 0.81 ટકા ગબડ્યા હતા. એ જ રીતે, આઇટી ઇન્ડેક્સ 0.86 ટકા ઘટી ગયો હતો. અગ્રણી આઇટી શેરો ઇન્ફોસીસ 1.24 ટકા, વિપ્રો 2.24 ટકા અને ટીસીએસ 0.57 ટકા ઘટ્યા હતા. બીએસઇમા ટેકનોલોજી 0.68 ટકા ઘટયું હતું.
 
એફએમસીજી, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, એનર્જી વધ્યા

જ્યારે વધેલા સેક્ટર્સમાં જોઇએ તો, એફએમસીજી 0.62 ટકા, બેન્ક નિફ્ટી 0.47 ટકા, ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.51 ટકા, પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 0.54 ટકા, એનર્જી 0.38 ટકા, રીયલ્ટી 0.28 ટકા અને ઓટો 0.27 ટકા વધ્યા હતા.
 
ટાટા મોટર્સ, આઇટીસી, એસબીઆઇ, એચડીએફસી બેન્ક વધ્યા, જ્યારે લુપિન, સન ફાર્મા અને ઇન્ફોસીસમાં ઘટાડો
 
સેન્સેક્સમાં 17 શેરો ઘટીને અને 13 શેરો વધીને બંધ રહ્યા હતા. ટાટા મોટર્સ 1.57 ટકા વધીને મોખરે રહ્યો હતો. ઉપરાંત આઇટીસી 1.46 ટકા, એસબીઆઇ 0.63 ટકા, એચડીએફસી બેન્ક 0.52 ટકા, એક્સિસ 0.32 ટકા, એચડીએફસી 0.31 ટકા, રિલાયન્સ 0.24 ટકા વધ્યા હતા. જ્યારે લુપિન, સન ફાર્મા, ઇન્ફોસીસ, સિપ્લા, એચયુએલ, ડો રેડ્ડી, મારુતિ, ટીસીએસ, એલએન્ડટી, હીરોમોટોકોર્પ જેવા શેરો 4.4 ટકાથી 0.51 ટકા વચ્ચે ઘટ્યા હતા.
 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex lost initial gain and dropped 19 points due to selling in pharma and IT stocks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.