• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Lost Initial Gain After Touching All Time High Due To Profit Booking

સેન્સેક્સ ઓલટાઇમ નવી ટોચ બનાવીને ગબડ્યો, નિફ્ટી ફ્લેટ બંધ, મિડકેપ-સ્મોલકેપમાં વેચવાલી

સેન્સેક્સ ઓલટાઇમ નવી ટોચ બનાવીને ગબડ્યો, નિફ્ટી ફ્લેટ બંધ, મિડકેપ-સ્મોલકેપમાં વેચવાલી
બિઝનેસ ડેસ્કઃસેન્સેક્સે શુક્રવારે ખુલતામાં 277 પોઇન્ટ ઊછળીને 30,712ની નવી ઓલટાઇમ ટોચ બનાવી હતી. પરંતુ બજારમાં બપોર પછી વેચવાલીથી ઊછાળો ધોવાઇ ગયો હતો અને સેન્સેક્સ ટોચથી 374 પોઇન્ટ ગબડીને નીચે 30,338.52ને અડ્યો હતો. અંતે સેન્સેક્સ 30.13 (+0.10%) વધીને 30,464.92 પર બંધ રહ્યો છે. નિફ્ટી પોઝિટિવ ખુલીને ઉપ 9505 સુધી ઉપર ગયો હતો અને અંતે સાધારણ -1.55 પોઇન્ટ ઘટીને 9,427.90 પર ફ્લેટ બંધ રહ્યો છે. જોકે, નાના શેરોમાં જોરદાર વેચવાલીથી બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.72 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.88 ટકા ગબડ્યા છે.
 
આઇટી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલસ, એનર્જી અને ઓઇલ સેક્ટર્સમાં વેચવાલી, જ્યારે એફએમસીજી, પીએસયુ બેન્કો વધ્યા
 
આજના સેશનમાં ઊછાળે આવેલી વેચવાલીથી આઇટી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓઇલ એન્ડ ગેસ, ટેક, ઓટો, એનર્જી જેવા સેક્ટર ઘટ્યા છે. એનએસઇમાં આઇટી ઇન્ડેક્સ 0.85 ટકા, મીડિયા 0.95 ટકા, એનર્જી  0.75 ટકા ઘટ્યા છે. બીએસઇમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ 1 ટકા, ઓઇલ એન્ડ ગેસ 0.80 ટકા, ટેક 0.56 ટકા ઘટ્યા છે. જ્યારે એફએમસીજી 2 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.84 ટકા અને ઇન્ફ્રા 0.14 ટકા, પાવર 0.18 ટકા વધ્યા છે. બેન્ક નિફ્ટી 0.31 ટકા વધીને 22,770 પર બંધ રહ્યો છે.
 
હુડકો શાનદાર 22 ટકા પ્રીમિયમે લિસ્ટ થયો

હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (હુડકો)નું આજે શેરબજારોમાં શાનદાર લિસ્ટિંગ થયું છે. બીએસઇમાં શેર તેની ઇશ્યુ પ્રાઇસ રૂ.60 કરતા 22.42 ટકા પ્રીમિયમે રૂ.73.45 પર લિસ્ટ થયો હતો. શેર ઇન્ટ્રા-ડે રૂ.77.80ની ટોચને અડ્યો હતો અને અંતે તે 20.80 ટકા વધીને રૂ.72.50 પર બંધ રહ્યો છે. હુડકોનો આઇપીઓ 80 ગણો છલકાયો હતો, જેમાં રીટેલ હિસ્સો 10.6 ગણો ભરાયો હતો. રીટેલ ઇન્વેસ્ટર્સ અને કર્મચારીઓને ઇશ્યુ પ્રાઇસ રૂ.60 પર રૂ.2 ડિસ્કાઉન્ટ મળ્યું હતું.
 
આઇટીસી, એચયુએલ, એસબીઆઇ વધ્યા જ્યારે એચડીએફસી, ટીસીએસ, રિલાયન્સ ઘટ્યા

સેન્સેક્સમાં વધેલા 16 શેરોમાં આઇટીસી 2.82 ટકા અને એચયુએલ 2 ટકા વધીને ટોપ ગેઇનર રહ્યા હતા. ઉપરાંત, એક્સિસ બેન્ક 1.83 ટકા, એસબીઆઇ 1.72 ટકા, ટાટા મોટર્સ 1 ટકા, સિપ્લા 0.86 ટકા, ભારતી એરટેલ 0.47 ટકા, ટાટા સ્ટીલ 0.57 ટકા વધ્યા હતા. જોકે, એશિયન પેઇન્ટ 2.43 ટકા ગબડીને લુઝર બન્યો હતો. ઉપરાંત, એચડીએફસી, ટીસીએસ, રિલાયન્સ, મારુતિ, ઓએનજીસી, ઇન્ફોસીસ, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ જેવા શેરો 1.35 ટકાથી 0.40 ટકા વચ્ચે ઘટ્યા હતા.
 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex lost initial gain after touching all time high due to profit booking
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.