• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Jumps 255 Points Led By Metal, Banking And Infra Stocks

સેન્સેક્સ 255 પોઇન્ટ વધ્યો, બેન્ક નિફ્ટી સર્વોચ્ચ ટોચેઃ મેટલ, બેન્કિંગ, ઇન્ફ્રામાં તેજી

સેન્સેક્સ 255 પોઇન્ટ વધ્યો, બેન્ક નિફ્ટી સર્વોચ્ચ ટોચેઃ મેટલ, બેન્કિંગ, ઇન્ફ્રામાં તેજી
બિઝનેસ ડેસ્કઃ એશિયા અને યુરોપના બજારોમાં તેજીથી ભારતીય બજારમાં સોમવારે મજબૂતી જોવા મળી હતી. સેન્સેક્સ સેશન દરમિયાન મજબૂત ચાલ સાથે અંતે 255.17 (+0.82%) પોઇન્ટ વધીને 31,311.57 પર બંધ રહ્યો છે. નિફ્ટી 69.50 (+0.72%) પોઇન્ટ વધીને 9,657.55 પર બંધ થયો છે. બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, મેટલ, એફએમસીજી, ઇન્ફ્રા, એનર્જી અને ઓટોએ તેજીમાં આગેવાની લીધી હતી. 
 
આ કારણોથી બજારમાં આવી તેજી

- ગયા શુક્રવારે અમેરિકન બજારો રેકોર્ડ સ્તરે બંધ રહ્યા પછી સોમવારે સવારે એશિયન બજારોમાં અને બપોરે યુરોપીયન માર્કેટમાં તેજીથી સેન્ટિમેન્ટને બળ મળ્યું.
- ઉપરાંત, જીએસટી કાઉન્સિલે જીએસટી લાગુ પડ્યા પછી વેપારીઓને દર મહિને રીટર્ન ફાઇલ કરવામાં  શરૂઆતના બે મહિના માટે છૂટ આપી તેથી પણ બજારમાં ઉત્સાહ રહ્યો હતો.
- હેવીવેઇટ શેરો ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી એચડીએફસી, એસબીઆઇ, એચડીએફસી બેન્ક જેવા શેરોમાં ખરીદીને માર્કેટને ટેકો મળ્યો.
 
મેટલ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, ઇન્ફ્રામાં તેજી, ફાર્માં ઘટાડો

આજના સેશનમાં બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, મેટલ, એફએમસીજી, ઇન્ફ્રા, એનર્જી અને ઓટોએ તેજીમાં આગેવાની લીધી હતી. એનએસઇમાં મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ 1.75 ટકા ઊછળ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી પ્રથમવાર 23,806.65ની સર્વોચ્ચ સપાટીને અડ્યો હતો અને અંતે 1 ટકા વધીને 23,742.15 પર બંધ રહ્યો છે. જ્યારે ફાઇનાન્સિયલ સર્વિસીસ 1 ટકા, પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 0.97 ટકા અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.67 ટકા વધ્યા હતા. ઉપરાંત ઇન્ફ્રા 0.99 ટકા, એફએમસીજી 0.82 ટકા, એનર્જી 0.76 ટકા વધ્યા હતા. જ્યારે ફાર્મા અને રીયલ્ટી અનુક્રમે 0.38 ટકા અને 0.31 ટકા ઘટ્યા હતા.
 
અદાણીપોર્ટસ, એચડીએફસી બેન્ક, રિલાયન્સ વધ્યા, જ્યારે ઇન્ફોસીસ, સન ફાર્મામાં ઘટાડો
 
સેન્સેક્સમાં 21 શેરો વધીને બંધ રહ્યા હતા. તેમાં અદાણી પોર્ટસ 3 ટકા ઊછળીને સૌથી પહેલે છે. એચડીએફસી બેન્ક, રિલાયન્સ, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી, એક્સિસ બેન્ક, એલએન્ડટી, એસબીઆઇ સહિતના શેરો 2 ટકાથી 0.89 ટકા વચ્ચે વધીને બજારને ઊંચકી રહ્યા છે. જોકે, ઇન્ફોસીસ, સન ફાર્મા, ઓએનજીસી, ડો રેડ્ડી, ટાટા મોટર્સ વગેરે 1.17 ટકાથી 0.48 ટકા વચ્ચે નરમ છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sensex jumps 255 points led by metal, banking and infra stocks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.