• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Hikes 167 Points And Nifty Closed Above 8800 Led By Pharma And Banking

સેન્સેક્સ 167 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 8,800ની ઉપર, ફાર્મા-બેન્કોમાં તેજી, ITમાં વેચવાલી

સેન્સેક્સ 167 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 8,800ની ઉપર, ફાર્મા-બેન્કોમાં તેજી, ITમાં વેચવાલી
બિઝનેસ ડેસ્કઃ ભારતીય શેરબજારોએ સપ્તાહના અંતમાં જોરદાર તેજી સાથે વિરામ લીધો છે. જોકે, બેન્ચમાર્ક નિર્દેશાંકો પ્રારંભિક ઊંચી સપાટીથી થોડા નીચા બંધ રહ્યા છે. નિફ્ટી શરૂઆતી ઊછાળે 8,900ની સપાટીની નજીક પહોંચી ગયો હતો પણ આખરે 8,800ની ઉપર બંધ રહ્યો છે. શુક્રવારે સેન્સેક્સ અંતે 167.48 (+0.59%) પોઇન્ટ વધીને 28,468.75 પર બંધ રહ્યો છે તે પહેલા 425 પોઇન્ટ ઊછળીને 28,726.26ની ટોચને અડ્યો હતો. એ જ રીતે, નિફ્ટી પ્રારંભમાં 8,896ની ટોચે ગયો હતો અને અંતે 43.70 (+0.50%) પોઇન્ટ વધીને 8,821.70 પર બંધ થયો છે. બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ તથા ફાર્માએ ચડિયાતો દેખાવ કર્યો છે.
 
ફાર્મા 2 ટકા અને બેન્ક નિફ્ટી 1.5 ટકા ઊછળ્યા
 
આજના સેશનમાં બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, ફાર્મા તથા એનર્જીએ તેજીમાં આગેવાની લીધી હતી. બેન્ક નિફ્ટી 1.52 ટકા ઊછળીને 20,551 પર બંધ રહ્યો છે. બેન્ક નિફ્ટી ઇન્ટ્રા-ડે 20,918 સુધી ઊછળ્યો હતો. બેન્કોમાં પ્રાઇવેટ બેન્કોને મજબૂત દેખાવ રહેતા પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 1.48 ટકા વધ્યો છે. એ જ રીતે, ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્ડેક્સ 1.28 ટકા વધ્યો છે. પરંતુ પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.26 ટકા નબળો રહ્યો હતો. એ જ રીતે ફાર્મા ઇન્ડેક્સ 2 ટકા ઊછળ્યો છે અને એનર્જી 0.93 ટકા વધ્યો છે. રીયલ્ટી 0.40 ટકા, એફએમસીજી 0.30 ટકા અને ઇન્ફ્રા પણ 0.16 ટકા પ્લસ રહ્યા છે. બીએસઇમાં ઓઇલ એન્ડ ગેસ 1.38 ટકા ઊછળ્યો છે.
 
આઇટી, ટેક અને મેટલમાં પ્રોફિટ બુકિંગથી ઘટાડો

જોકે, આજે ઘણા દિવસ પછી આઇટી ઇન્ડેક્સમાં પ્રોફિટ બુકિંગના કારણે 1 ટકાનો ઘટાડો આવ્યો છે. ખાસ કરીને ટીસીએસ અને ઇન્ફોસીસ અનુક્રમે 1.6 ટકા અને 1.21 ટકા ગબડતા માર્કેટ પર દબાણ આવ્યું હતું. ઉપરાંત, વિપ્રો 1.1 ટકા, હેક્ઝાવેર 1.76 ટકા ઘટ્યા છે. બીએસઇ ટેકનોલોજી સેક્ટર પણ 0.86 ટકા ઘટ્યું છે. ટેલિકોમ 0.30 ટકા ઘટ્યું છે. એનએસઇમાં મેટલમાં 0.72 ટકા ઘટાડો રહ્યો હતો. 
 
સન ફાર્મા, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક વધ્યા

સેન્સેક્સમાં 15 શેરો વધીને અને 15 શેરો ઘટીને બંધ રહ્યા છે. સન ફાર્મા સતત બીજા દિવસે મોખરે રહ્યો છે અને આજે 4 ટકા ઊછળીને ટોપ ગેઇનર રહયો હતો. ઉપરાંત એચડીએફસી બેન્ક 3.75 ટકા ઊછળ્યો છે. સેન્સેક્સને ઊંચકવામાં સન ફાર્મા, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક (1.5 ટકા), રિલાયન્સ (1 ટકા) અને એચડીએફસી (0.62 ટકા) મુખ્ય શેરો રહ્યા છે. ઉપરાંત સિપ્લા, લુપિન, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, આઇટીસી, એલએન્ડટી અને પાવરગ્રિડ પણ વધ્યા છે.
 
ટીસીએસ, ઇન્ફોસીસ, આઇટીસી, એક્સિસ બેન્ક ઘટ્યા

જયારે ઘટેલા શેરોમાં આઇટી શેરો ટીસીએસ, ઇન્ફોસીસ અને વિપ્રો 1.6 ટકા, 1.21 ટકા અને 1.1 ટકા ઘટ્યા હતા. ઉપરાંત, હીરો મોટોકોર્પ, મારુતિ, એક્સિસ બેન્ક, એસબીઆઇસ એચયુએલ, ટાટા સ્ટીલ કોલ ઇન્ડિયા જેવા શેરો 1.3 ટકાથી 0.40 ટકા ઘટ્યા હતા.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.