• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Dropped 166 Points Due To Selling In Banking And Finance, Infra And Auto

બેન્કિંગ, ઇન્ફ્રા, ઓટોમાં વેચવાલીથી સેન્સેક્સ 166 અંક ઘટ્યો, ઇન્ફોસીસ, સન ફાર્મા વધ્યા

બેન્કિંગ, ઇન્ફ્રા, ઓટોમાં વેચવાલીથી સેન્સેક્સ 166 અંક ઘટ્યો, ઇન્ફોસીસ, સન ફાર્મા વધ્યા
બિઝનેસ ડેસ્કઃ નબળા વૈશ્વિક વલણ વચ્ચે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, ઇન્ફ્રા, ઓટો જેવા સેક્ટર્સમાં વેચવાલી આવતા ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ગબડ્યું હતું. સોમવારે સેન્સેક્સ -166.36 (-0.53%) ઘટીને 31,095.70 પર બંધ રહ્યો છે. નિફ્ટી -51.85 (-0.54%) ઘટીને 9,616.40 પર બંધ આવ્યો છે. ICICI બેન્ક, એલએન્ડટી અને રિલાયન્સ ટોપ લુઝર રહેતા સેન્સેક્સ ગબડ્યો છે. એ જ રીતે, મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ અડધા ટકાથી વધુ ઘટી ગયા હતા.
 
માર્કેટના ઘટાડના કારણો
 
- સરકાર આજે એપ્રિલ માસના મેક્રોઇકોનોમિક ડેટા જાહેર કરશે.
- મંગળવારથી યુએસ ફેડરલ રિઝર્વની બેઠક મળશે, તેથી એશિયા અને યુરોપના માર્કેટ નેગેટિવ છે.
- બેડ લોનની વધેલી સમસ્યા અને ખેડૂતોની દેવા માફીમાં કેન્દ્રની મદદ માટે નાણાપ્રધાને ઇન્કાર કરતા બેન્કિંગ શેરો પર દબાણ રહ્યું હતું.
 
બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, ઇન્ફ્રા અને ઓટોમાં ઘટાડો, જ્યારે ફાર્મા અને આઇટી વધ્યા

આજના સેશનમાં ખાસ કરીને બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, ઇન્ફ્રા, ઓટોમા વધારે ઘટાડો જોવા મળ્યો છે. એનએસઇમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.96 ટકા અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 1 ટકા ઘટ્યા છે. તેના પગલે બેન્ક નિફ્ટી 0.93 ટકા ઘટીને 23,470.45 પર બંધ રહ્યો છે. ઉપરાંત ઇન્ફ્રા 0.95 ટકા, ઓટો 0.76 ટકા, એનર્જી 0.47 ટકા, એફએમસીજી 0.30 ટકા ઘટ્યા હતા. જ્યારે ફાર્મા અને આઇટી અનુક્રમે 0.80 ટકા અને 0.27 ટકા વધ્યા હતા.
 
ICICI બેન્ક, L&T, રિલાયન્સ ઘટ્યા જ્યારે ઇન્ફોસીસ અને સન ફાર્મા ટોપ ગેઇનર 
 
સેન્સેક્સમાં 22 શેરો ઘટીને બંધ રહ્યા છે. તેમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, એલએન્ડટી, રિલાયન્સ, ટાટા મોટર્સ અનુક્રમે 1.88 ટકા, 2.9 ટકા, 1.21 ટકા અને 2.29 ટકા ઘટયા હતા. આ ઉપરાંત, વિપ્રો, બજાજ ઓટો, એસબીઆઇ, એક્સિસ બેન્ક, મારુતિ, ટીસીએસ, આઇટીસી સહિતના શેરો પણ 2 ટકાથી 0.60 ટકા વચ્ચે ઘટ્યા હતા. જોકે, ઇન્ફોસીસ અને સન ફાર્મા 1.60 ટકા વધીને ટોપ ગેઇનર બન્યા હતા.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex dropped 166 points due to selling in banking and finance, infra and auto
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.