• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Crosses 27,000 Level By 241 Point Jump Led By Rally In Metal, Banking And Infra

સેન્સેક્સ 241 પોઇન્ટ વધી 27,000 પાર, નિફ્ટી 8,380 પરઃ મેટલ-બેન્કિંગ-ઇન્ફ્રા મોખરે

સેન્સેક્સ 241 પોઇન્ટ વધી 27,000 પાર, નિફ્ટી 8,380 પરઃ મેટલ-બેન્કિંગ-ઇન્ફ્રા મોખરે
બિઝનેસ ડેસ્કઃબજારમાં બીજા દિવસે પણ સારી તેજી જોવા મળી છે, જેના પગલે બીએસઇ સેન્સેક્સ 27,000ને પાર કરી ગયો છે જ્યારે નિફ્ટી 8,400ની નજીક પહોંચ્યો છે. બુધવારે સેન્સેક્સ પોઝિટિવ ખુલીને સતત વધતો રહ્યો હતો અને અંતે 240.85 (+0.90%) પોઇન્ટ વધીને 27,140.41 પર બંધ રહ્યો છે. એજ રીતે, નિફ્ટી ઉપર 8,389 સુધી વધીને અંતે 92 (+1.11%) પોઇન્ટ વધીને 8,380.65 પર બંધ રહ્યો છે. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ પણ 1.37 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ આશરે 1 ટકા વધ્યા છે.
 
મેટલ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, મીડિયા, ઓટો, ઇન્ફ્રામાં 4 ટકાથી 0.8 ટકાનો ઊછાળો
 
આજના સેશનમાં ચોતરફી લેવાલીના ટેકે તમામ સેક્ટર્સ પોઝિટિવ રહ્યા છે જેમાં મેટલ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, પીએસયુ બેન્ક અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ, ફાર્મા, ઓટો અને ઇન્ફ્રામાં વધુ તેજી જોવા મળી છે. એનએસઇમાં મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ 4.2 ટકા ઊછળ્યો છે. બેન્ક નિફ્ટી 2.2 ટકા વધીને 18,812 પર બંધ રહ્યો છે. પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.2 ટકા અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 2.28 ટકા વધ્યા છે. જ્યારે મીડિયા 1.48 ટકા, ઇન્ફ્રા 0.97 ટકા, ઓટો 0.85 ટકા અને ફાર્મા 0.83 ટકા વધ્યા છે. બીએસઇમાં પાવર 1 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ 0.67 ટકા, ઓઇલ એન્ડ ગેસ 0.47 ટકા અને ટેલિકોમ 0.38 વધ્યા છે. જોકે, આઇટી અને એફએમસીજી સપાટ જેવા રહ્યા છે.
 
ઇન્ડસઇન્ડ બેન્ક, કોલ ઇન્ડિયા, HDFC બેન્ક, ICICI બેન્ક, SBI વધ્યા

નિફ્ટીમાં 50માંથી 41 શેરો અને સેન્સેક્સમાં 30માંથી 23 શેરો વધીને બંધ રહ્યા છે. નિફ્ટીમાં ટોપ ફાઇવ ગેઇનર્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક 6.5 ટકા, હિન્દાલ્કો 6.33 ટકા, કોલ ઇન્ડિયા 5.5 ટકા, બેન્ક ઓફ બરોડા 4.35 ટકા અને યસ બન્ક 4.2 ટકા વધ્યા છે. સેન્સેક્સમાં કોલ ઇન્ડિયા અને ટાટા સ્ટીલ અનુક્રમે 5.4 ટકા અને 4 ટકા વધીને ટોચે રહ્યા હતા. ઉપરાંત, એલએન્ડટી, આઇસીઆઇસીઆઇ બેન્ક, લુપિન, એચડીએફસી બેન્ક, એસબીઆઇ, મારુતિ, સન ફાર્મા, એક્સિસ બેન્ક, એનટીપીસી, એચડીએફસી, એચયુએલ, ગેઇલ, ટાટા મોટર્સ અને ભારતી 2.2 ટકાથી 0.50 ટકા વચ્ચે વધ્યા છે. જોકે, બજાજ ઓટો, આઇટીસી અને રિલાયન્સ ઘટયા હતા.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.