• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Closed 58 Points Weak Due To Selling In IT, Energy And Banking Stocks

આઇટી, એનર્જી અને બેન્ક શેરોમાં વેચવાલીથી સેન્સેક્સ 58 અંક ઘટ્યો, ફાર્માનો જોરદાર દેખાવ

આઇટી, એનર્જી અને બેન્ક શેરોમાં વેચવાલીથી સેન્સેક્સ 58 અંક ઘટ્યો, ફાર્માનો જોરદાર દેખાવ
બિઝનેસ ડેસ્કઃ નબળા વૈશ્વિક સંકેતો અને આરબીઆઇની પોલિસી પછીની રાહતના કારણે બજારમાં સુસ્ત અને સાધારણ નેગેટિવ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ સવારે પોઝિટિવ ખુલી 83 અંક વધીને ઉપર 31,354.51ની ઊંચી સપાટીને અડ્યો હતો, પરંતુ પછી ઘટીને દબાણ હેઠળ રહ્યો હતો અને અંતે -57.92 (-0.19%) પોઇન્ટ ઘટીને 31,213.36 પર બંધ રહ્યો છે. નિફ્ટી 9688.70ની ટોચ બનાવીને અંતે -16.65 (-0.17%) પોઇન્ટ ઘટીને 9,647.25 પર બંધ રહ્યો છે. જોકે, બીએસઇમાં મિડકેપ ઇન્ડેક્સ 0.16 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.33 ટકા વધ્યા હતા. ફાર્મા સેક્ટર ટોપ પરફોર્મર રહ્યું હતું.
 
આઇટી, ટેક, ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, પીએસયુ બેન્કમાં મોટો ઘટાડો

સેક્ટર્સનો દેખાવ જોઇએ તો આઇટી, ટેકનોલોજી અને ઓઇલ એન્ડ ગેસ સૌથી નબળા રહ્યા હતા. એનએસઇમાં આઇટી ઇન્ડેક્સ 1.41 ટકા અને બીએસઇમાં ટેક 1.19 ટકા ઘટ્યા હતા. બીએસઇમાં ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 1.38 ટકા ગબડ્યો હતો. ઉપરાંત એનએસઇમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.86 ટકા, એનર્જી 0.74 ટકા, ટેલિકોમ 0.75 ટકા, ઇન્ફ્રા 0.39 ટકા અને બેન્ક નિફ્ટી 0.13 ટકા તથા એફએમસીજી 0.18 ટકા ઘટ્યા હતા. 
 
ફાર્મા ઇન્ડેક્સ 2 ટકા ઊછળ્યો, ડો રેડ્ડી અને સન ફાર્મા ટોપ ગેઇનર

આજના સેશનમાં ઘણા સમય પછી ફાર્મા સેક્ટરે જોરદાર દેખાવ કર્યો હતો. એનએસઇમાં ફાર્મા ઇન્ડેક્સ 2 ટકા ઊછળ્યો હતો જ્યારે બીએસઇમાં હેલ્થકેર ઇન્ડેક્સ 1.67 ટકા ઊંચકાયો હતો. ફાર્મા શેરોમાં ડો રેડ્ડી 3.74 ટકા, સન ફાર્મા 3.33 ટકા, સિપ્લા 3.4 ટકા, નેટકો ફાર્મા 3.2 ટકા, સિપ્લા 2.78 ટકા, બાયોકોન 2.55 ટકા, વોકાર્ટ 2 ટકા અને સિપ્લા 2 ટકા વધ્યા હતા. આ ઉપરાંત મેટલ ઇન્ડેક્સ 0.88 ટકા, મીડિયા 0.21 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ 0.40 ટકા વધ્યા હતા.
 
ટ્રેડ સ્વિફ્ટ બ્રોકિંગના ડાયરેક્ટ સંદીપ જૈનના જણાવ્યા અનુસાર, ગ્લોબલ સંકેતો જેવા કે એફબીઆઇના પૂર્વ ડાયરેક્ટર જેમ્સ કોમીનું આજે આવનારું નિવેદન, બ્રિટનમાં સામાન્ય ચૂંટણી અને ઇસીબીની બેઠકના કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ઢીલું પડ્યું છે. તેથી માર્કેટમાં નબળાઇ જોવા મળે છે.
 
ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ, એલએન્ડટી ગબડ્યા

સેન્સેક્સના 30માંથી 17 શેરો તથા નિફ્ટીના 50માંથી 29 શેરો ઘટીને બંધ રહ્યા છે. નિફ્ટીના ટોપ 5 લુઝર્સમાં ટીસીએસ, ગેઇલ, આઇઓસી, એશિયન પેઇન્ટસ અને હીરો મોટોકોર્પ 3.64 ટકાથી 1.52 ટકા વચ્ચે ઘટ્યા હતા. અન્ય ઘટેલા શેરોમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ, એચયુએલ, એલએન્ડટી, ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ, એસબીઆઇ, ઇન્ફોસીસ, ઓએનજીસી જેવા ધૂરંધર શેરો 1.55 ટકાથી 0.54 ટકા વચ્ચે ઘટી ગયા હતા.
 
ડો રેડ્ડી, સન ફાર્મા, એચડીએફસી, ટાટા મોટર્સ વધ્યા

સેન્સેક્સમાં 13 શેરો વધ્યા હતા તેમાં ડો રેડ્ડી અને સન ફાર્મા અનુક્રે 3.8 ટકા અને 3.4 ટકા વધીને મોખરે હતા. ઉપરાંત એચડીએફસી, સિપ્લા, ટાટા સ્ટીલ, લુપિન, ટાટા મોટર્સ, મારુતિ, એચડીએફસી બેન્ક 2.28 ટકાથી 0.30 ટકા વચ્ચે વધ્યા હતા.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex closed 58 points weak due to selling in IT, energy and banking stocks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.