• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex At New High Of 32,132 And Nifty All Time Top Of 9928 Led By ICICI Bank And RIL

બજાર વધુ ઊંચાઇ પરઃ નિફ્ટી પ્રથમવાર 9,900 ઉપર બંધ, સેન્સેક્સ પણ નવી ટોચે

બજાર વધુ ઊંચાઇ પરઃ નિફ્ટી પ્રથમવાર 9,900 ઉપર બંધ, સેન્સેક્સ પણ નવી ટોચે
બિઝનેસ ડેસ્કઃ બેન્ચમાર્ક નિર્દેશાંકોએ સોમવારે નવી રેકોર્ડ ઊંચાઇ નોંધાવી છે. સેન્સેક્સ 31,132ની ટોચે અડ્યો છે, જ્યારે નિફ્ટીએ 9,928ની નવી ઓલટાઇમ ટોચ બનાવી છે. સેન્સેક્સ અંતે 54 પોઇન્ટ વધીને 32,074.78 પર બંધ રહ્યો છે. નિફ્ટી 29.60 પોઇન્ટ વધીને 9,915.95 પર બંધ આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ઇન્ફોસીસે બજારને ઊંચક્યું છે. આઇસીઆઇસીઆઇ બેન્ક 1.7 ટકા, રિલાયન્સ 1.33 ટકા અને ઇન્ફોસીસ 1.37 ટકા વધ્યા છે. 
 
RILનું માર્કેટ કેપ પ્રથમવાર 5 લાખ કરોડની ઉપર, શેર વર્ષની ટોચ પર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ સોમવારે 5 લાખ કરોડ રૂપિયાને પાર થઇ ગઇ છે, જે તેની ટ્રેડિંગ હિસ્ટ્રીમાં પ્રથમવાર બન્યું છે. સેશન દરમિયાન કંપનીના શેરે રૂ.1559 પર નવી ઊંચી સપાટી બનાવી છે. દિવસના ઊંચા સ્તર પર કંપનીની માર્કેટ કેપ 5.06 લાખ કરોડ રૂપિયા પર હતુ અને માર્કેટ બંધ રહ્યું ત્યારે તે 5.04 લાખ કરોડ રૂપિયા થયું હતું. અત્યારે આરઆઇએલ એકલી કંપની છે જેનું માર્કેટ કેપ 5 લાખ કરોડથી વધારે છે. અગાઉ 23 જુલાઇએ ટીસીએસનું માર્કેટ કેપ 5 લાખ કરોડ રૂપિયાની ઉપર ગયું હતું. જુલાઇમાં અત્યાર સુધીમાં આ શેર 13 ટકા વધી ચૂક્યો છે. સોમવારે આરઆઇએલનો શેર 1.33 ટકા વધીને 1551 પર બંધ રહ્યો છે.
 
આઇટી, રીયલ્ટી, મેટલ, એનર્જી વધ્યા, એફએમજીસીમાં ઘટાડો
 
આજના સેશનમાં એફએમસીજી સિવાયના સેક્ટર્સમાં તેજી જોવા મળી હતી. આઇટી અને રીયલ્ટી વધવામાં મોખરે હતા અને એનએસઇમાં આ સેક્ટર્સના ઇન્ડેક્સ 1.32 ટકા વધ્યા હતા. તે પછી મેટલ 1 ટકા, એનર્જી 0.60 ટકા, મીડિયા 0.68 ટકા અને ઇન્ફ્રા 0.40 ટકા વધ્યા છે. બેન્ક નિફ્ટી 0.38 ટકા, ફાર્મા 0.38 ટકા અને ઓટો 0.37 ટકા વધ્યા છે. જ્યારે એફએમસીજી 2.28 ટકા તૂટ્યું છે. 
 
વિપ્રો, ICICI બેન્ક, રિલાયન્સ વધ્યા જ્યારે આઇટીસી તૂટ્યો

સેન્સેક્સના 30માંથી 21 શેરો વધીને બંધ રહ્યા છે. તેમાં વિપ્રો સૌથી વધુ 3.12 ટકા વધીને ટોચ પર રહ્યો હતો. ઉપરાંત અદાણી પોર્ટસ 1.81 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.7 ટકા, સિપ્લા 1.56 ટકા, ઇન્ફોસીસ 1.37 ટકા, રિલાયન્સ 1.33 ટકા અને એચયુએલ 1.15 ટકા વધ્યા હતા. બજારને ઊંચકવામાં આઇસીઆઇસીઆઇ, રિલાયન્સ અને ઇન્ફોસીસે મોટો ટેકો આપ્યો છે. ઉપરાંત ઓએનજીસી, લુપિન, ભારતી, એનટીપીસી, એસબીઆઇ, એચડીએફસી બેન્ક, એચડીએફસી સહિતના શેરો પણ વધ્યા હતા. જ્યારે આઇટીસી 3.40 ટકા તૂટીને ટોપ લુઝર બન્યો હતો. ઉપરાંત કોલ ઇન્ડિયા, ડો રેડ્ડી, મારુતિ, એક્સિસ બેન્ક અને ટીસીએસ પણ ઘટ્યા હતા.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex at new high of 32,132 and Nifty all time top of 9928 led by ICICI bank and RIL
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.