• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex And Nifty Achieved New All Time Record Levels But Slipped On Profit Booking

સેન્સેક્સ-નિફ્ટીએ ઓલટાઇમ નવી ટોચ બનાવી, પ્રોફિટ બુકિંગથી ઘટાડો, બેન્ક શેરોમાં તેજી

સેન્સેક્સ-નિફ્ટીએ ઓલટાઇમ નવી ટોચ બનાવી, પ્રોફિટ બુકિંગથી ઘટાડો, બેન્ક શેરોમાં તેજી
બિઝનેસ ડેસ્કઃ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક નિર્દેશાંકોએ શુક્રવારે ઓલટાઇમ નવી ઊંચી સપાટીઓને અડ્યા હતા. જોકે, પછી પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો આવ્યો હતો. સેન્સેક્સ ખુલતામાં 32,109.75ની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. એ જ રીતે, નિફ્ટી પણ 9900ની સપાટી કુદાવીને 9913.30ની ઓલટાઇમ રેકોર્ડ ટોચ બનાવી હતી. પરંતુ પછી સેશન દરમિયાન બેન્ચમાર્ક સાધારણ દબાણમાં રહ્યા હતા. સેન્સેક્સ અંતે -16.63 (-0.05%) પોઇન્ટ ઘટીને 32,020.75 પર બંધ રહ્યો છે. નિફ્ટી -5.35 પોઇન્ટ ઘટીને 9,886.35 પર બંધ આવ્યો છે. ટીસીએસ, આઇટીસી અને ઇન્ફોસીસ ઘટતા દબાણ આવ્યું હતું.

ઐતિહાસિક શરૂઆત પછી ઘટ્યું માર્કેટ

શેરબજારમાં આજે ઐતિહાસિક ઊંચા સ્તરો સાથે શરૂઆત થઇ હતી. સેન્સેક્સ અને નિફ્ટીએ ખુલતામાં પોતાના અત્યાર સુધીના ઓલટાઇમ ટોચના શિખરો બનાવ્યા હતા. સેન્સેક્સ 32,000 અને નિફ્ટી 9900ને કૂદાવી ગયા હતા. સેન્સેક્સે 32,110 અને નિફ્ટીએ 9913ની સર્વોચ્ચ ટોચ હાંસલ કરી હતી.
 
ટીસીએસના ઘટાડાથી દબાણ વધ્યું

ટીસીએસના પરિણામના પગલે વેચવાલીથી બેન્ચમાર્ક નિર્દેશાંકો પર ઘટાડાનું દબાણ આવ્યું હતું. ટીસીએસના ગઇકાલના નબળા પરિણામ પછી આજે વેચવાલીથી શેર 2.5 ટકા ગબડીને 2376ના નીચા સ્તરને અડ્યો હતો અને અંતે 1.84 ટકા ઘટીને 2398 પર ટોપ લુઝર બંધ રહ્યો છે. આ ઉપરાંત એચડીએફસી, આઇટીસી, ટાટા મોટર્સ અને ઇન્ફોસીસ જેવા ધૂરંધર શેરો પણ 0.62 ટકાથી 0.37 ટકા ઘટતા દબાણ વધ્યું હતું.
 
ફુગાવાનો દર ઘટતા બેન્કિંગ શેરોમાં તેજી

જથ્થાબંધ ફુગાવો ઘટવાથી આરબીઆઇ દ્વારા ધિરાણ દરોમાં ઘટાડો થવાની ધારણાએ બેન્કિંગ શેરોમાં તેજી રહી હતી. ખાસ કરીને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1 ટકા વધ્યો હતો. બેન્ક નિફ્ટી 0.26 ટકા વધીને 23,951 પર હતો. બેન્ક ઓફ ઇન્ડિયા, કેનરા બેન્ક, એસબીઆઇ સહિતના શેરો 1 ટકાથી વધુ વધ્યા હતા. ખાનગી બેન્કમાં કોટક મહિન્દ્રા બેન્કનો શેર 2 ટકા વધ્યો હતો.
 
યુએસએફડીએ તરફથી રાહતના અનુમાનથી ફાર્મા વધ્યું
 
આજના સેશનમાં ફાર્મા સેક્ટર પણ મજબૂત જણાયું હતું. ડીવીઝ લેબે દાવો કર્યો કે તેને યુએસએફડીએ દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાનો હલ કરી દીધો છે. આમ યુએસએફડીએ અંગેની ચિંતા હલ કરનારી તે ચોથી કંપની બની છે. ઉપરાંત રેગ્યુલેટરની એક એડવાઇઝરી કમિટીએ બાયોકોનની બ્રેસ્ટ કેન્સર માટેની પ્રસ્તાવિત દવા વાયો સિમિલને એપ્રુવલ આપી છે. તેથી શેરમાં તેજી જોવા મળી હતી. આમ, ફાર્મા સેક્ટરમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ થવાથી ઇન્ડેક્સ આશરે 1 ટકા વધ્યો હતો. ઓરબિંદો ફાર્મા, સન ફાર્મા, ડીવીઝ લેબ, ડો રેડ્ડી સહિતના શેરો વધ્યા હતા. આ ઉપરાંત ઇન્ફ્રા અને એનર્જી સેક્ટર પણ 0.5 ટકાની આસપાસ વધ્યા હતા.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex and Nifty achieved new all time record levels but slipped on profit booking
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.