• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» SBI Declares Better Than Expected Numbers Of Q4 As Profit Jumps 122 Per Cent

SBIનું અપેક્ષાથી ચડિયાતું પરિણામઃ નફો 122% વધ્યો, NPAમાં ઘટાડો

નવી દિલ્હીઃ એસબીઆઇએ નાણાકીય વર્ષ 2017ના ચોથા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા ચડિયાતા પરિણામ જાહેર કર્યું છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેન્કનો નફો 122.8 ટકા વધીને રૂ.2814 કરોડ થયો છે. જ્યારે આ દરમિયાન એનપીએ પણ ઘટી છે. ચોથા ક્વાર્ટરમાં નેટ એનપીએ 4.24 ટકાથી ઘટીને 3.71 ટકા થઇ છે.
 
નેટ એનપીએ રૂ.61,470 કરોડથી ઘટીને રૂ.58277 કરોડ થઇ
 
નાણાકીય વર્ષ 2017માં કંપનીનો નફો 2814 કરોડ રહ્યો હતો., જ્યારે અગાઉના નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં બેન્કને રૂ.1263.81 કરોડનો નફો થયો હતો. જ્યારે નેટ એનપીએ 61,470 કરોડ રૂપિયાથી ઘટીને રૂ.58,277 કરોડ થઇ હતી. ગ્રોસ એનપીએમાં પણ ઘટાડો થયો છે. તે 7.23 ટકાથી ઘટીને 6.90 ટકા થઇ છે. ચોથા ક્વાર્ટરમાં નવી એનપી રૂ.9755 કરોડ થઇ છે.
 
18.2 ટકા વધી વ્યાજની આવક
 
નાણાકીય વર્ષ 2017ના ચોથા ક્વાર્ટરમાં એસબીઆઇની વ્યાજની આવક 18.2 ટકા વધીને રૂ.1870.7 કરોડ તઇ છે. જ્યારે 2016ના ચોથા ક્વાર્ટરમાં એસબીઆઇની આવક રૂ.15,290 કરોડ થઇ હતી.
 
પ્રોવિજનિંગ વધી, શેરદીઠ રૂ.2.60 ડિવિડન્ડ

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં એસબીઆઇની પ્રોવિજનિંગ રૂ.8,943 કરોડથી વધીને રૂ.11,470 કરોડ થઇ છે. આ દરમિયાન કંપનીની એસેટ ક્વોલિટીમાં સુધારો થયો છે. ચોથા ક્વાર્ટરમાં બેન્કમાં કુલ ડિપોઝિટ 18.14 ટકા વદીને રૂ.20,44,751.39 કરોડ થઇ છે. જ્યારે કુલ બોરોઇંગ 1.74 ટકા ઘટીને રૂ.323344.58 કરોડથી રૂ.317693.66 કરોડ થયું છે. એસબીઆઇએ શેરદીઠ રૂ.2.60 ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. 
 
એસબીઆઇનો શેર 52 સપ્તાહની ટોચને અડ્યો

પરિણામો પછી એસબીઆઇનો શેર 2.6 ટકા ઊછળીને રૂ.315ની 52 સપ્તાહની ટોચને અડ્યો હતો. હાલ આ શેર 2 ટકા વધીને રૂ.309 પર ચાલે છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SBI declares better than expected numbers of Q4 as profit jumps 122 per cent
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.