• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» PSU Banks Stocks Gave Return Up To 80% In Last One Year, Invest In These Stocks

સરકારી બેન્કોના શેરો એક વર્ષમાં 80% સુધી વધ્યા, આ શેરો આપશે જોરદાર વળતર

નવી દિલ્હીઃસરકારી બેન્કોના ત્રીજા ક્વાર્ટરના પરિણામો મિશ્ર આવ્યા છે. એક બાજુ બધી સરકારી બેન્કોના નફામાં વધારો જોવા મળ્યો છે જ્યારે કેટલીક જ સરકારી બેન્કો પોતાની એસેટ ક્વોલિટીને સ્થિર રાખવામાં સફળ રહી છે. એક્સપર્ટસ માને છે કે બેન્કોની એનપીએમાં આગામી થોડા ક્વાર્ટર્સમાં દબાણ જોવા મળી શકે છે. જોકે, આગામી સમયમાં સારા આઉટલૂકના કારણે શેરમાં લાંબા ગાળા માટે રોકાણના સંજોગો બન્યા છે.
 
ત્રણથી ચાર ક્વાર્ટરમાં આવશે સરકારી બેન્કોમાં રીકવરી

ઇન્ડિયા રેટિંગ એન્ડ રીસર્ચ બેન્કિંગ એનાલિસ્ટ ઉદિત કરીવાલાના જણાવ્યા અનુસાર, સરકારી બેન્કો પર એનપીએનો દબાણ બનેલું છે અને આગામી થોડા મહિનાઓ સુધી ચાલુ રહી શકે છે. તેમના મતે, નોટબંધી ન થઇ હોત તો પણ સરકારી બેન્કોની હાલતમાં મોટા ફેરફારની આશા ન હતી. નોટબંધીના કારણે અસર થોડી વધુ વધી છે. તેમણે કહ્યું કે સરકારી બેન્કોની રીકવરીમાં હજુ સમય લાગશે. જ્યારે ટ્રેડ સ્વિફટના ડાયરેકટર સંદીપ જૈન કહે છે કે સરકારી બેન્કોમાં કેટલીક બેન્કોને છોડીએ તો પરિણામોમાં દબાણ સ્પષ્ટ દેખાય છે. જોકે, સરકારના પગલાં અને અર્થતંત્રના સંકેતોથી બેન્કોમાં સુધારો આવવાની આશા બની છે. આગામી 3 કે 4 ક્વાર્ટર પછી સરકારી બેન્કોના પરિણામોથી મજબૂત સંકેત મળશે.
 
કેવા રહ્યા સરકારી બેન્કોના પરિણામો

ત્રીજા ક્વાર્ટરમાં દેશની 23 સરકારી બેન્કોને કુલ રૂ.492 કરોડનો ફાયદો થયો છે. ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં બેન્કોને રૂ.10,419 કરોડની ખોટ થઇ હતી. આ દરમિયાન 23માંથી 8 સરકારી બેન્કોએ ખોટ નોંધાવી છે. ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં 10 બેન્કોને ખોટ થઇ હતી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સ્લિપેજ 10,000 કરોડથી વધુ રહ્યું છે. જ્યારે રીકવરી 10 ટકા એટલે રૂ.1000 કરોડ જેટલી રહી છે. જ્યારે પીએનબીની સ્લિપેજ રૂ.4,800 કરોડના સ્તરે હતી અને રીકવરી રૂ.2400 કરોડ પર રહી છે.
 
તીવ્ર ઘટાડા પછી છેલ્લા એક વર્ષમાં 80 ટકા સુધી વધ્યા સરકારી બેન્કોના શેરો
 
છેલ્લા એક વર્ષમાં સરકારી બેન્કોના શેરોમાં રોકાણકારોને 80 ટકા સુધી વળતર મળ્યું છે. આ દરમિયાન પંજાબ નેશનલ બેન્કનો શેર 88 ટકા વધ્યો છે. કેનરા બેન્કનો શેર 69 ટકા, અલ્હાબાદ બેન્કનો શેર 65 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 61 ટકા, આઇડીબીઆઇ બેન્કનો શેર 57 ટકા, બેન્ક ઓફ ઇન્ડિયા 44 ટકા, ઓબીસી 43 ટકા, સિન્ડિકેટ બેન્ક 26 ટકા વધ્યા છે. ટ્રેડ સ્વિફ્ટના સંદીપ જૈનના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં સરકારી બેન્કો માટે લેવાયેલા પગલાથી સેન્ટિમેન્ટ સેક્ટર માટે પોઝિટિવ બન્યું છે. ગયા નાણાકીય વર્ષમાં પ્રોવિજન વધવાથી પણ શેરો ગબડ્યા હતા. તે પછી સારા સંકેતોની મદદથી શેરમાં તેજી જોવા મળી છે.
 
આગળની સ્લાઇડમાં જાણો, ક્યા શેરોમાં કરશો રોકાણ....

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.