• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Nifty Cross 9200, Consolidation Between 9400-9600 For Equipped

નિફ્ટી 9200 ક્રોસ, કોન્સોલિડેશન વચ્ચે 9400-9600 માટે બન્યો સજ્જ...

નિફ્ટી 9200 ક્રોસ, કોન્સોલિડેશન વચ્ચે 9400-9600 માટે બન્યો સજ્જ...
નિફ્ટીએ મંગળવારે ગેપથી ખૂલીને કોન્સોલિડેશન ફેઝમાંથી બહાર આવી રહ્યાનો સંકેત તો આપી જ દીધો હતો. શુક્રવારે પણ તેજીનો વધુ એક સ્ટ્રોક માર્યો હતો. જોકે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. જે એ વાતનો સંકેત આપે છે કે, નબળાં તેજીવાળા પ્રત્યેક ઉછાળે પ્રોફીટ બુકિંગ કરી રહ્યા છે. પરંતુ નિફ્ટીએ 7893 પોઇન્ટની તાજેતરની બોટમથી શરૂ થયેલી અપવર્ડ ચાલમાં કેટલાંક કોન્સોલિડેશન સાથે 9200 પોઇન્ટની સપાટી પણ ઇન્ટ્રા-ડે કૂદાવી છે. જે હવે પછીનું રોક બોટમ બની શકે છે. માર્કેટ મોમેન્ટમ હવે 9200 અને તે ક્રોસ થયા પછી ઉપરમાં 9400 પોઇન્ટ સુધી જઇ શકે તેવી શક્યતા છે.
 
 
એપ્રિલમાં આરબીઆઇ વ્યાજદર મુદ્દે કેવો નિર્ણય લેશે તેની ઉપર પણ બજારની મેજર ચાલનો આધાર રહેશે તેવું નિષ્ણાતો માને છે. પરંતુ ટેકનિકલ અને વિવિધ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, વચ્ચે થોડા પ્રોફીટ બુકિંગના આંચકાઓ આવે તો પણ નિફ્ટી માટે હવે 9400-9600ના પડાવ અતિ મહત્વની સપાટીએ પુરવાર થઇ શકે છે. નીચામાં નિફ્ટી 9100-9050 પોઇન્ટ સુધી જઇ શકે. પરંતુ આ લેવલ મજબૂત ટેકાના ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ છે.
 
સ્થાનિક તેમજ વિદેશી નાણાકીય સંસ્થાઓ, એનાલિસ્ટ્સ સહિત બજાર પંડિતો એકી સૂરે કહી રહ્યા છે કે, મોદી સરકાર માટે આર્થિક સુધારાનો રાજમાર્ગ ખુલ્લો થયો છે. તેના પ્રતિબિંબરૂપે જ વિદેશી નાણાકીય સંસ્થાઓએ પણ ધૂમ ખરીદીનો ખેલ શરૂ કર્યો છે.
 
બજાજ ઓટો:બુલિશ, છેલ્લો બંધ રૂ. 2912.50.  વર્ષો સુધી ઓટો માર્કેટમાં ટોપર રહેલો આ શેર થોડા સમય માટે કરેકશન મોડમાં રહ્યા બાદ વિકલી ચાર્ટ ઉપર 89 ઇએમએ આસપાસ મજબૂત બેઝ બનાવી સુધારા માટે સજ્જ બન્યો છે. નીચામાં રૂ. 2840ના સ્ટોપલોસ સાથે આ શેર રૂ. 3030ના ટાર્ગેટ સાથે બે-ત્રણ સપ્તાહ માટે સુધારાનો સંકેત આપી રહ્યો છે.

વોક્હાર્ટ: બુલિશ, છેલ્લો બંધ રૂ. 743.20
ખૂબજ લાંબા કોન્સોલિડેશન પછી આ શેરમાં સુધારાની ચાલ જોવા મળી છે. રૂ. 725ની તીવ્ર પ્રતિકારક સપાટી ક્રોસ કરી આ શેર હાલમાં રૂ. 743 આસપાસ રમી રહ્યો છે. યુએસએફડીએ સહિતના મોટાભાગના નેગેટિવ ડેવલોપમેન્ટ દૂર થવા સાથે આ શેરમાં પ્રત્યેક ઘટાડે રૂ. 710ના સ્ટોપલોસ સાથે બે-ત્રણ સપ્તાહમાં રૂ. 808ના ટાર્ગેટ સાથે સુધારાનો આશાવાદ ધરાવે છે.

યુનિયન બેન્ક: બુલિશ, છેલ્લો બંધ રૂ. 153.85
ગુરુવારે આ શેરમાં પીએસયુ બેન્કિંગના સથવારે સુધારાની ચાલ જોવા મળી હતી. જેમાં પીએનબી અને ઓબીસી પણ જોડાયા હતા. આ શેરમાં ડેઇલી ચાર્ટ ઉપર પ્રાઇસ-વોલ્યૂમ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. રૂ. 147.50ના સ્ટોપલોસ સાથે રૂ. 163ના ટાર્ગેટ સાથે આ શેરમાં ધ્યાન સુધારાનું છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nifty cross 9200, consolidation between 9400-9600 for equipped
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.