• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Mutual Funds Are Bullish In These 5 Stocks As They Have Better Growth Opportunity

ફંડો સહિતના ઘરેલુ રોકાણકારો આ શેરોમાં બુલિશ, 3 મહિનામાં 151 ટકા સુધી વળતર

નવી દિલ્હીઃશેરબજારમાં ઘરેલું રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. રીટેલ રોકાણકારો હોય કે મ્યુચ્યુઅલ ફંડસ ઘરેલું રોકાણકારો તરફથી માર્કેટમાં સતત મજબૂતી મળી રહી છે. પોઝિટિવ સંકેતોના કારણે મ્યુચ્યુઅલ ફંડ્સ બ્લુચિપ શેરોની સાથે નવા શેરોમાં પણ ખરીદી કરી રહ્યા છે. અહીં અમે ફંડ્સના ફેરવિટ 5 શેરો વિશે માહિતી આપી રહ્યા છીએ. આ શેરોમાંથી દરેક શેરમાં માર્ચ મહિનામાં 3થી વધુ ફંડોએ રોકાણ કર્યું છે. નોંધપાત્ર વાત એ છે કે 3 મહિનાથી ઓછા સમયમાં આ શેરોએ 151 ટકા સુધી વળતર આપ્યું છે.
 
એવન્યુ સુપરમાર્ટસ

ડી માર્ટ ઓપરેટ કરનારી કંપની એવન્યુ સુપરમાર્ટસ ફંડોનો સૌથી ફેરવિટ શેર છે. એચડીએફસી સિક્યોરિટીઝના રીપોર્ટ અનુસાર, માર્ચમાં પ્રાઇમરી કે સેકન્ડરી માર્કેટ મારફત 18 ફંડોએ આ શેરમાં રોકાણ કર્યું છે. માર્ચમાં આવેલા આઇપીઓની ઇશ્યુ પ્રાઇસ રૂ.299 હતી. જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટ થયા પછી શેર વધતો રહ્યો છે. ગયા શુક્રવારે આ શેર રૂ.751 પર બંધ રહ્યો છે. એટલે કે માત્ર બે માસમાં 151 ટકાનું જોરદાર વળતર મળ્યું છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો સ્ટેન્ડએલોન પ્રોફિટ 47 ટકા વધીને રૂ.97 કરોડ થયો છે. કંપનીની કુલ રેવન્યુ 40 ટકા વધીને રૂ.3,120 કરોડ થઇ છે.
 
શંકરા બિલ્ડિંગ પ્રોડક્ટસ
 
માર્ચ મહિનામાં શંકરા બિલ્ડિંગ પ્રોડક્ટસનો આઇપીઓ આવ્યો હતો. આ દરમિયાન 10 ફંડોમાં તેમાં રોકાણ કર્યું હતું. ઇશ્યુ પ્રાઇસ રૂ.460 હતી જ્યારે શેર હાલ રૂ.705ના સ્તરે છે. એટલે કે બે માસમાં શેર 53 ટકા વધ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 12 ટકા વધીને રૂ.7.3 કરોડ રહ્યો છે. જ્યારે વેચાણ 3.5 ટકા વધ્યું છે. આખા વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો 91 ટકા વધીને રૂ.21 કરોડ થયો છે.
 
દીપક નાઇટ્રેટ

માર્ચમાં બિરલા સન લાઇફ એમએફ, આઇસીઆઇસીઆઇ પ્રુડે એમએફ, આઇડીએફસી એમએફ અને એલએન્ડટી એમએફે દીપક નાઇટ્રેટમાં રોકાણ કર્યું છે. છેલ્લા ત્રણ માસમાં શેરે 33 ટકા વળતર આપ્યું છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો સાધારણ વધ્યો હતો અને વેચાણ 4.5 ટકા ઘટ્યું છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- ક્યા શેરમાં વધ્યો ભરોસો, શેમાં રોકાણની તક...
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: mutual funds are bullish in these 5 stocks as they have better growth opportunity
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.