• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Market Live: Nifty Opens Above 9150, Sensex Gains 100 Pts On Global Cues; RIL Leads

માર્કેટનું પોઝિટિવ ઓપનિંગ, સેન્સેક્સમાં 150 અંકનો ઉછાળો, નિફ્ટી 9150ની ઉપર

અમદાવાદઃ સપ્તાહના અંતિમ સેશનમાં માર્કેટનું પોઝિટિવ ઓપનિંગ થયું છે. સેન્સેક્સ ગુરૂવારના બંધથી 153.27 પોઇન્ટ વધી 29,575.66ની સપાટીએ ઓપન થયો છે. જ્યારે નિફ્ટી ગુરુવારના બંધથી 42.70 અંકના વધારા સાથે 9,179.10ની સપાટીએ ખુલ્યો છે.
 
સેકટર્સમાં તેજી
 
બીએસઇમાં હાલ મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી, બેંકિંગ, યુટિલિટીઝ, એનર્જી અને એફએમસીજી જેવા સેકટર્સમાં અડધાથી પોણા ટકાનો વધારો દેખાઇ રહ્યો છે.
 
વધનારા શેરો
 
માર્કેટમાં હાલ ગેઇલમાં 1.44 ટકાના વધારા સાથે 407.90ની સપાટી જોવા મળી રહી છે. આરઆઇએલનો શેર 0.84 ટકા વધારો દર્શાવી રહ્યો છે. ટાટા સ્ટીલમાં 457ની સપાટી જોવા મળી રહી છે. એક્સિસ બેન્કમાં 0.78 ટકા, એનટીપીસીમાં 0.76 ટકા, ટાટા સ્ટીલમાં 0.75 ટકા, ટાટા મોટર્સમાં 0.60 ટકાનો વધારો હાલ જોવા મળી રહ્યો છે.
 
ઘટનારા શેર્સ
 
સેન્સેક્સ શેરોમાં સૌથી વધુ ઘટાડો સન ફાર્માના શેરમાં હાલ જોવા મળી રહ્યો છે. સન ફાર્માનો શેર 1.09 ટકા ઘટી 648.50ની સપાટી ટ્રેડિગ કરી રહ્યો છે. પાવર ગ્રિડમાં 207ની સપાટી જોવા મળી રહી છે. તેમાં 0.53 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Market Live: Nifty opens above 9150, Sensex gains 100 pts on global cues; RIL leads
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.