• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Hits 32,000 Level For The First Tme Ever, Nifty Nears 9,900

રેકોર્ડ હાઇ પર માર્કેટ, સેન્સેક્સ 32,000ની પાર, નિફ્ટી 9900ની નજીક

નવી દિલ્હીઃ પોઝિટિવ ગ્લોબલ સંકેતોથી ગુરૂવારના સ્થાનિક સ્ટોક માર્કેટમાં રેકોર્ડ સ્તરે ખુલ્યો છે. કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, બેંકિંગ, મેટલ, એફએમસીજી, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ખરીદારીથી માર્કેટ ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયું છે.
 
શરૂઆતી કારોબારમાં તેજીથી સેન્સેક્સ પ્રથમવાર 32,000ની પાર નીકળી ગયો છે. આ સાથે સેન્સેક્સે 32,031ની ઓલટાઇમ હાઇ બનાવ્યું છે. હાલ સેન્સેક્સ 196 અંકના વધારા સાથે 32001 અને નિફ્ટી 60 અંક વધી 9876ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.
 
નાના-મધ્યમ શેરોમાં તેજી
 
શરૂઆતી કારોબારમાં નાના અને મધ્યમ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.70 ટકા વધ્યો છે. જ્યારે બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ પણ 0.60 ટકા સુધી મજબૂત થયો છે.
 
બધા ઇન્ડેક્સ લીલા નિશાનમાં
 
બિઝનેસ દરમ્યાન બધા સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં 0.64 ટકાની તેજી આવી છે. એફએમસીજી, આઇટી, મેટલ, ફાર્મા, કેપિટલ ગુડ્સ અને પાવર શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે.
 
આ શેર્સમાં તેજી
 
સેન્સેક્સ શેરોમાં નજર કરીએ તો આઇસીઆઇસીઆઇ બેન્કમાં 1.76 ટકાની તેજી જોવા મળી રહી છે. આઇટીસી 1.64 ટકા વધી 334.10ની સપાટીએ છે. એક્સિસ બેન્કમાં 1.45 ટકા, એલએન્ડટીમાં 1.32 ટકા, ભારતી એરટેલમાં 1.11 ટકા, સન ફાર્મામાં 1.02 ટકા, એનટીપીસીમાં 1 ટકાની તેજી જોવા મળી રહી છે. 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex Hits 32,000 Level For The First Tme Ever, Nifty Nears 9,900
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.