• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Market Opens Positive, Sensex Gain 100 Points, Nifty Above 9600

બજારમાં મજબૂત ચાલ, સેન્સેક્સ 270 અંક વધ્યો, બેન્કિંગ, મેટલ, ઇન્ફ્રા, FMCGમાં તેજી

અમદાવાદઃ બજારમાં મજબૂતી જોવા મળી રહી છે. સેન્સેક્સ 288 પોઇન્ટ વધીને 31,347 પર ચાલે છે. નિફ્ટી 79 પોઇન્ટ વધીને 9667 પર ટ્રેડ કરે છે. સેન્સેક્સ 300 પોઇન્ટ વધીને 31,362ની ઊંચી સપાટીને અડ્યો છે. બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, મેટલ, એફએમસીજી, ઇન્ફ્રા, એનર્જી અને ઓટોએ તેજીમાં આગેવાની લીધી છે. આ સેક્ટર્સ 1.71 ટકાથી 0.53 ટકા વધ્યા છે. જ્યારે ફાર્મા અને રીયલ્ટી સાધારણ નરમ છે.
 
સેન્સેક્સમાં ટાટા સ્ટીલ 3 ટકા ઊછળીને સૌથી પહેલે છે. એચડીએફસી બેન્ક, રિલાયન્સ, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી, એક્સિસ બેન્ક, એલએન્ડટી સહિતના શેરો 2.5 ટકાથી 1 ટકા વચ્ચે વધીને બજારને ઊંચકી રહ્યા છે. જોકે, ઇન્ફોસીસ, સન ફાર્મા, ઓએનજીસી, ડો રેડ્ડી, ટાટા મોટર્સ વગેરે 1 ટકાથી 0.35 ટકા વચ્ચે નરમ છે.
 
માર્કેટની પોઝિટિવ શરૂઆત, નિફ્ટી 9600ની ઉપર, સેન્સેક્સમાં 100 અંકનો વધારો
 
સપ્તાહની શરૂઆત ભારતીય શેરબજાર માટે પોઝિટિવ થઇ છે. સેન્સેક્સ શુક્રવારના બંધથી 112.58 પોઇન્ટ વધી 31,168ની સપાટીએ જ્યારે નિફ્ટી શુક્રવારના બંધથી 38.35 અંક વધી 9626.40ની સપાટીએ ખુલ્યો છે. 
 
આ શેર્સમાં વધારો

સેન્સેક્સમાં વધનારા શેર્સ પર નજર કરીએ તો ટાટા સ્ટીલમાં સૌથી વધુ 1.57 ટકાના ઉછાળા સાથે 510ની સપાટી હાલ જોવા મળી રહી છે. અદાણી પોર્ટ્સમાં 1.12 ટકા, એલએન્ડટીમાં 1 ટકા, આઇટીસીમાં 0.82 ટકા, હીરો મોટોકોર્પમાં 0.72 ટકાનો વધારો હાલ દેખાઇ રહ્યો છે ઉપરાંત, એનટીપીસી 161, ટીસીએસ 2411, સન ફાર્મા 531, ઓએનજીસી 167ની સપાટીએ જોવા મળી રહ્યો છે. 
 
આ શેર્સમાં ઘટાડો
 
જે શેર્સમાં ઘટાડો અત્યાર દેખાઈ રહ્યો છે તેમાં સિપ્લામાં 535, ઇન્ફોસિસમાં 937, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝમાં 1 ટકાના ઘટાડે 2648ની સપાટી જોવા મળી રહી છે. 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: market opens positive, sensex gain 100 points, nifty above 9600
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.