• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Lost Initial Gain And Dropped 158 Points From The Top Due To Selling In IT, Metal

સેન્સેક્સ ટોચથી 158 અંક ગબડીને ફ્લેટ બંધ, આઇટી, મેટલ, ઓટો અને PSU બેન્કોના શેરોમાં વેચવાલી

સેન્સેક્સ ટોચથી 158 અંક ગબડીને ફ્લેટ બંધ, આઇટી, મેટલ, ઓટો અને PSU બેન્કોના શેરોમાં વેચવાલી
બિઝનેસ ડેસ્કઃ મંગળવારે સેશનના અંત ભાગમાં બજારે પ્રારંભિક ઊછાળો ગુમાવ્યો હતો. આઇટી, મેટલ, ઓટો અને પીએસયુ બેન્કોના શેરોમાં વેચવાલી આવતા સેન્સેક્સ અંતે સાધારણ 7.79 પોઇન્ટ વધીને 31,103.49 પર બંધ રહ્યો છે, જે તેની દિવસની ટોચથી 158 પોઇન્ટનો ઘટાડો છે. એ જ રીતે, નિફ્ટી 9654ની ટોચે ગયા પછી અંતે -9.50 પોઇન્ટ ઘટીને 9,606.90 પર બંધ આવ્યો છે. 
 
આઇટી, મેટલ, ઓટો, પીએસયુ બેન્કોમાં વેચવાલીથી ઘટાડો જ્યારે એફએમસીજી, ઇન્ફ્રા વધ્યા
 
બજાર પ્રારંભમાં વધ્યા ત્યારે ફાર્મા, ઇન્ફ્રા, એનર્જી, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, મેટલ, રીયલ્ટી જેવા સેક્ટર્સ વધવામાં મોખરે હતા. પરંતુ સેશનના છેલ્લા એક કલાકમાં વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. આઇટીમાં વધુ વેચવાલીથી તે 1.41 ટકા ઘટીને ઘટવામાં મોખરે રહ્યો હતો. તે ઉપરાંત, મેટલ 0.89 ટકા, ટેકનોલોજી 0.89 ટકા, ઓટો 0.65 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.22 ટકા અને એનર્જી 0.21 ટકા ઘટી ગયા છે. જોકે, રીયલ્ટી 0.69 ટકા, એફએમસીજી 0.37 ટકા અને ઇન્ફ્રા 0.30 ટકા વધેલા રહ્યા છે.

એચડીએફસી, એનટીપીસી, પાવરગ્રિડ વધ્યા, જ્યારે ટાટા મોટર્સ, ટીસીએસ અને ઇન્ફોસીસમાં ઘટાડો
 
સેન્સેક્સમાં એચડીએફસી, એચડીએફસી બેન્ક, એનટીપીસી, પાવરગ્રિડ, સન ફાર્મા સહિતના શેરો 2 ટકાથી 0.50 ટકા વચ્ચે વધ્યા હતા. જોકે, ટાટા મોટર્સ 1.5 ટકા અને ટીસીએસ 1.47 ટકા ગબડતા સેન્સેક્સ પર દબાણ વધ્યું હતું. ઉપરાંત, ઇન્ફોસીસ, રિલાયન્સ, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, એમએન્ડએમ સહિતના 15 શેરો ઘટીને બંધ રહ્યા છે.
 
એચડીએફસી નવી લાઇફટાઇમ ટોચ પર

એચડીએફસીના શેરમાં તેજી ચાલુ રહી હતી. મંગળવારે એચડીએફસીનો શેર રૂ.1680.50ની લાઇફટાઇમ ટોચ પર પહોંચી ગયો હતો. બીએસઇમાં અંતે આ શેર 1.21 ટકા વધીને 1663.30 પર બંધ રહ્યો છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex lost initial gain and dropped 158 points from the top due to selling in IT, metal
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.