• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Latest Update Of Nifty And Sensex

સેન્સેક્સ 200 પોઇન્ટ વધી 27,000 પર, નિફ્ટી 8360 પરઃ મેટલ-બેન્કોમાં તેજી

સેન્સેક્સ 200 પોઇન્ટ વધી 27,000 પર, નિફ્ટી 8360 પરઃ મેટલ-બેન્કોમાં તેજી
અમદાવાદઃ બજારમાં તેજી આગળ વધી છે. સેન્સેક્સ 200 પોઇન્ટ વધીને 27,099 પર આવી ગયો છે. નિફ્ટી 72 પોઇન્ટ વધીને 8300ની ઉપર 8360 પર ચાલી રહ્યો છે. મેટલ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, પીએસયુ બેન્ક અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ, ફાર્મા અને ઇન્ફ્રામાં વધુ તેજી છે. બેન્ક નિફ્ટી 1.8 ટકા વધીને 18,745 પર ચાલે છે. જ્યારે મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ 4.22 ટકા ઊછળ્યો છે. 
 
સેન્સેકસ 149 પોઈન્ટ વધ્યો, નિફટી 8300ની ઉપર, ટાટા સ્ટીલમાં તેજી
 
નિફ્ટીમાં ટોપ ફાઇવ ગેઇનર્સમાં હિન્દાલ્કો 5.8 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 5 ટકા, કોલ ઇન્ડિયા 4.74 ટકા, યસ બન્ક 3.9 ટકા અને ટાટા સ્ટીલ 3.6 ટકા વધ્યા છે. સેન્સેક્સમાં કોલ ઇન્ડિયા અને ટાટા સ્ટીલ અનુક્રમે 4.6 ટકા અને 3.6 ટકા વધીને ટોપ પર છે.
 
ભારતીય શેરબજારોનું પોઝિટિવ ઓપનિંગ થયા બાદ હાલ સેન્સેકસ 149.65 પોઈન્ટ વધીને 27,049.21ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 48.90 પોઈન્ટ વધીને 8,337.50ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.
 
બીએસઈ પર હાલ ટાટા મોટર્સ, ભારતી એરટેલ, અદાણી પોર્ટસ, ટાટા સ્ટીલ, ઓએનજીસી સહિતના શેરો ટોપ ગેનર્સ છે. ટાટા સ્ટીલ 2.38 ટકા વધીને હાલ 441.15ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. અદાણી પોર્ટસ 1.34 ટકા વધીને 298.00ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે બજાજા-ઓટો, આઈટીસી, ટીસીએસ, હીરો મોટોકોર્પ સહિતના શેરો ટોપ લુઝર્સ છે. બજાજ-ઓટો 0.43 ટકા ઘટીને 2730.70ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે આઈટીસી 0.20 ટકા ઘટીને 248.50ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.

ઓટો, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્કમાં તેજી
 
એનએસઈ પર વિવિધ સેકટરોના ઈન્ડેકસ પર નજર કરીએ તો હાલ બેન્ક નિફટી 0.76 ટકા, ઓટો 0.52 ટકા, ફાઈનાન્સ સર્વિસ 0.48 ટકા, એફએમસીજી 0.01 ટકા, આઈટી 0.33 ટકા, મિડિયા 0.62 ટકા, મેટલ 2.36 ટકા, ફાર્મા 0.42 ટકા, પીએસયુ બેન્ક 0.71 ટકા, પ્રાઈવેટ બેન્ક 0.83 ટકા અને રિયલ્ટી 0.34 ટકા વધીને કારોબાર કરી રહ્યાં છે.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.