• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Invest In Thses Shares With Stocks Based Strategy Rather Than Sectors

રેકોર્ડ હાઇ માર્કેટમાં સેક્ટર નહિ ચુનંદા સ્ટોક્સમાં કરો રોકાણ, આ શેરોને અજમાવો

નવી દિલ્હીઃમાર્કેટ રેકોર્ડ ઊંચાઇએ પહોંચતા બુધવારે રોકાણકારોએ સાવચેતીનું વલણ બતાવ્યું હતું. ગ્લોબલ સંકેતોને કારણ આઇટી શેરોમાં ઘટાડો આવ્યો હતો. માર્કેટ એક્સપર્ટના મતે, રોકાણકારોએ હાલના સ્તરોએ સેક્ટરના બદલે શેરોના આધાર પર રોકાણ કરવું જોઇએ. ઇકોનોમી કે સરકારના સકારાત્મક સંકેત પછી જ સેક્ટર આધારે રોકાણ કરવું જોઇએ.
 
સ્ટોક સ્પેશિફિક રોકાણની હિમાયત

બોનાન્ઝા પોર્ટફોલિયોના પુનિત કિન્રાના જણાવ્યા અનુસાર, માર્કેટમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ છે તેથી રોકાણની તકો છે પરંતુ આ સમયે ચુનંદા શેરોમાં જ રોકાણ કરવું જોઇએ. કેપિટલ સિન્ડિકેટના સુબ્રમણ્યમ પશુપતિના જણાવ્યા અનુસાર, માર્કેટમાં આગળ તેજીનું અનુમાન છે, પરંતુ રોકાણકાર સેન્ટિમેન્ટ જોઇને જ આંખો બંધ કરીને રોકાણ નહિ કરવું જોઇએ. તેમના મતે, જ્યારે માર્કેટમાં પોઝિટિવ સંકેતો હોય છે ત્યારે બધા શેરોમાં વધારો જોવા મળે છે. તેથી રોકાણકાર એવા શેરોમાં માર ખાઇ બેસે છે જેમાં ફંડામેન્ટલ નબળા હોય અને તેણે રોકાણ કર્યું હોય. તેથી સાવચેતી રાખવી જરૂરી છે.

કેવી રાખશો વ્યુહરચના
 
શેરખાનના રીપોર્ટ અનુસાર, આગામી સમયમાં ઘરેલુ માર્કેટમાંથી પૂરો ફાયદો લેવા માટે રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં ક્વોલિટી શેરોનો ઉમેરો કરવો જોઇએ. ઇકોનોમીના સંકેતોને જોતા રીપોર્ટમાં ત્રણ પ્રકારના શેરોને સામેલ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમાં પહેલા પ્રકારના એવા શેરો છે જેમને સરકારની પોલિસીમાં ફેરફારથી લાભ થઇ શકે છે. બીજી રીતના શેરો એવા છે જેમને ઇકોનોમીમાં તેજીથી ફાયદો થશે. તેમાં ઓટો, બેન્કિંગ અને લોજિસ્ટિક્સ સેક્ટરના મજબૂત શેરો આવે છે. ત્રીજા પ્રકારના એવા શેરો છે કે જેઓ સતત મજબૂત દેખાવ બતાવી રહ્યા છે જેમાં બ્લુચિપ અને શહેરી વિસ્તારોમાં વપરાશ આધારીત સેક્ટરના શેરોનો સમાવેશ થાય છે.
 
આગળ જાણો, ક્યા શેરોમાં કરી શકાય રોકાણ....
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: invest in thses shares with stocks based strategy rather than sectors
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.