• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Invest In These High Growth Midcap Stocks For Super Return Than Large Cap

એક વર્ષમાં 150% સુધી વધ્યા મિડકેપ શેરો, આ કંપનીઓમાં પણ જોરદાર તેજીનું અનુમાન

નવી દિલ્હીઃશેરબજારમાં મિડકેપ શેરોનો ચડિયાતો દેખાવ ચાલુ છે. સ્મોલકેપ શેરો કરતા ઓછા જોખમી અને લાર્જ કેપ કરતા સારું વળતર આપતા હોવાની ધારણાએ મિડકેપ શેરો એક્સપર્ટસ અને બ્રોકરેજ હાઉસીસની પસંદ બન્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ઊંચુ વળતર આપ્યા પછી પણ હજુ મિડકેપ શેરોમાં તેજીનું અનુમાન છે. એક્સપર્ટસ માને છે કે કોઇ પણ કરેક્શન (ઘટાડે) પર આ શેરોમાં રોકાણ કરીને સારું વળતર મેળવી શકાય છે.
 
150 ટકા સુધી આપ્યું મિડકેપ શેરોએ વળતર

શેરબજારની ટોચની 200 કંપનીઓનો દેખાવ જોઇએ તો મિડકેપ ઇન્ડેક્સમાં સામેલ શેરોએ લાર્જ કેપ કરતા વધુ સારું એટલે કે 150 ટકા સુધીનું વળતર આપ્યું છે. એક વર્ષમાં સન ટીવીનો શેર 150 ટકાથી વધુ વધ્યો છે. એ જ રીતે, બજાજ ફિનસર્વનો શેર 130 ટકા વધ્યો છે. મિડકેપ ઇન્ડેક્સમાં સામેલ 6થી વધારે શેરો છેલ્લા એક વર્ષમાં બેગણાથી વધારે વધ્યા છે. 50થી વધુ શેરો 25 ટકાથી વધારે વધ્યા છે. બીજી બાજુ, નિફ્ટીમાં સામેલ એક શેર ડબલથી વધુ થયો છે. જ્યારે નિફ્ટીમાં સામેલ 20 શેરોએ 25 ટકાથી વધુ વળતર આપ્યું છે.
 
આ શેરોમાં રોકાણની સલાહ
 
ફેડરલ બેન્ક

આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટે ફેડરલ બેન્કમાં 110ના ટાર્ગેટ સાથે રોકાણની સલાહ આપી છે. તેણે આ શેર માટે ટાર્ગેટ 87થી વધારીને 110 કર્યો છે. ગુરુવારે આ શેર 92.20 પર બંધ હતો. એટલે કે શેરમાં 19 ટકા વધારો થવાનું અનુમાન છે. આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટના મતે, બેન્કની ડિપોઝિટ ગ્રોથ મજબૂત બની છે. માર્જિનમાં પણ સ્થિરતા જોવા મળી રહી છે. બેન્કની એસેટ ક્વોલિટી પણ સ્થિર છે. આગામી બે વર્ષમાં બેન્કની આવકમાં તીવ્ર વધારો થવાની શક્યતા છે.
 
આગળ જાણો, અન્ય ક્યા શેરોમાં કરી શકાય રોકાણ
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Invest in these high growth midcap stocks for super return than large cap
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.