• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Invest In These 5 Stocks For Better Return Amid Risk Of Correction In Market

માર્કેટમાં ટૂંકા ગાળામાં ઉતાર-ચડાવની શક્યતા, આ શેરો આપશે ચડિયાતું વળતર

નવી દિલ્હીઃમંગળવારે બજારમાં ઊછાળો આવ્યો પછી બુધવારે ઘટાડો આવતા સેન્ટિમેન્ટ નબળું બન્યું. વેચવાલીના દબાણથી બજારો ઘટી ગયા. માર્કેટ એક્સપર્ટસ રહે છે કે જિયોપોલિટિકલ ટેન્શન, રિઝલ્ટ્સ અંગે અનિશ્ચિતતાના કારણે આગળ પણ ટૂંકા ગાળામાં માર્કેટમાં ઉતાર-ચડાવ રહી શકે છે. થોડો સમય સ્ટોક સ્પેશિફિક એક્શન જોવા મળશે. તેથી રોકાણકારોએ સાવચેત રહેવું જોઇએ.
 
અમે તમે એક્સપર્ટસ અને બ્રોકરેજ હાઉસની પસંદગીના શેરો જણાવી રહ્યા છીએ જે આગળ સારું વળતર આપી શકે એમ છે.
 
માર્કેટમાં ટૂંકા કરેક્શનનો ડર

કાર્વી સ્ટોક બ્રોકિંગના વીપી અંબરિષ બાલિગાએ જણાવ્યું કે માર્કેટમાં આગળ કરેક્શન (ઘટાડો) જોવા મળી રહ્યો છે. તેનું સૌથી મોટું કારણ જિયો પોલિટિકલ ટેન્શન છે. તેમનું કહેવું છે કે નિફ્ટી 9000ની નીચે જવાની ધારણા નથી. પણ જો બજાર 9000ની નીચે તૂટે તો 8600ના સ્તર સુધી ઘટી શકે છે. જોકે, માર્કેટ આ સ્તરે આવે તો અહીં ખરીદીની તક મળશે. કારણ કે માર્કેટમાં ઘટાડો લાંબો નહિ ચાલે અને કરેક્શન પછી ફરી તેજી આવશે. ટ્રેડ સ્વિફ્ટ રીસર્ચના ડાયરેક્ટર સંદીપ જૈનના મતે માર્કેટ 9050થી નીચે જાય એવું જણાતું નથી.
 
આગળ જાણો- ક્યા શેરોમાં કરશો રોકાણ
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Invest in these 5 stocks for better return amid risk of correction in market
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.