• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Invest In These 5 Stocks For Best Return

સરકારી ખર્ચથી આ 5 પાવર શેરમાં છે તક, સારા રિટર્ન માટે લગાવો દાવ

નવી દિલ્હીઃ સરકાર 24 કલાક વિજળી ઉપલબ્ધ કરાવવાની સાથે દરેક ગામ સુધી વિજળી પહોંચાડવાના લક્ષ્ય પર કામ કરી રહી છે. ગત અઢી વર્ષ દરમિયાન પાવર સેકટરમાં ખુબ જ ગ્રોથ જોવા મળ્યો છે. સરકારે 13મી પંચ વર્ષીય યોજના (2017-22) અંતર્ગત 100 ગીગાવોટ પાવર કેપિસિટી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય પણ નક્કી કર્યુ છે. ટાર્ગેટને પુરા કરવા માટે સરકારે પાવર સેકટર અને રિન્યુએબલ એનર્જીમાં 100 ટકા એફડીઆઈની મંજરી પણ આપી દીધી છે. આ કારણે આ સેકટરની કંપનીઓમાં રોકાણની તકો પણ સર્જાઈ છે.
 
બજેટમાં પાવર સેકટરને શું મળ્યું
 
સરકારે 2017-18ના બજેટમાં ઈન્ટિગ્રેટેડ પાવર ડેવલોપમેન્ટ સ્કીમ અને દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જયોતિ યોજના અંતર્ગત એલોકેશનમાં 25 ટકાનો વધારો કર્યો છે. બંને યોજનાઓનો હેતું પાવર ટ્રાન્સમિશન અને ટિસ્ટ્રીબ્યુશનમાં સુધારો લાવાનો છે. બજેટમાં પાવર મિનિસ્ટ્રી માટે એલોકેશન વધારીને 13,881 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. જે કરન્ટ ફિસકલમાં રિવાઈઝડ એસ્ટીમેન્ટ અનુસાર, 10475 કરોડ રૂપિયા હતો. મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી માટે વર્ષ 2017-18માં એલોકેશન વધીને 5,473 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે.
 
કેટલુ થયું પાવર જનરેશન
 
આંકડાઓના જણાવ્યા પ્રમાણે, 31 ડિસેમ્બર 2016 સુધી સોર્સને મળીને કુલ 3,10,005 મેગાવોટ વિજળીનું ઉત્પાદન થયું છે. જેમાં રિન્યુબલ એનર્જીનો હિસ્સો 14.8 ટકા છે. આ સિવાય પાવર જનરેશનમાં થર્મલ 69.4 ટકા, હાઈડ્રો 13.9 ટકા અને ન્યુકલિયરનો હિસ્સો 1.9 ટકા રહ્યો છે.

2022 સુધીમાં 175 ગીગાવોટ રીન્યુએબલ એનર્જીનું ટાર્ગેટ
 
ભારતમાં રિન્યુએબલ એનર્જી દ્વારા 2022 સુધી 175 ગીગાવોટ પાવર જનરેશનનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે. તેને જોતા ફોરન ઈન્વેસ્ટર્સ ભારતીય પાવર સેકટરની કંપનીઓમાં રોકાણ કરી રહ્યાં છે. ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશને મુંબઈની રિન્યુએબલ એનર્જી કંપની કલીન મેકસ ઈન્વીરો એનર્જી સોલ્યુશન્સમાં 100 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સિવાય જાપાનની જેઆઈઆરએ ગુડગાંવની કંપની રિન્યૂ  પાવરમાં 1360 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, આ પાવર સ્ટોકસમાં કરો રોકાણ...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.