• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» HDFC Bank Is Second Big Company With M-Cap Of Rs.3.53 Lakh Ahead Of RIL

RILને માર્કેટ કેપમાં પાછળ છોડીને HDFC બેન્ક બની દેશની બીજી મોટી કંપની

RILને માર્કેટ કેપમાં પાછળ છોડીને HDFC બેન્ક બની દેશની બીજી મોટી કંપની
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ એચડીએફસી બેન્કમાં એફઆઇઆઇ 
ઇન્વેસ્ટમેન્ટ પર એક લિમીટ સુધી નિયંત્રણ દૂર કર્યા પછી એક જ દિવસમાં તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.12,700 કરોડ વધી ગયું છે. તેની સાથે માર્કેટ કેપની રીતે એચડીએફસી બેન્ક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પાછળ છોડીને દેશની બીજી મોટી કંપની બની ગઇ છે. 
 
શુક્રવારના બજારના ચાલુ સેશન દરમિયાન એચડીએફસી બેન્કનો શેર રૂ.1450ની 52-સપ્તાહની ઊંચી સપાટીને અડી ગયો હતો. આ સમયે એચડીએફસી બેન્કનું માર્કેટ કેપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કરતા રૂ.3500 કરોડ વધી ગયું હતું. 
 
પ્રથમ નંબરે કોણ
 
- સેશનના અંતે બીએસઇમાં એચડીએફસી બેન્કનો શેર 3.75 ટકા ઊછાળા સાથે રૂ.1377 પર બંધ રહ્યો છે. આ સાથે કંપનીનું માર્કેટ કેપ રૂ.3.52 લાખ કરોડના સ્તરે પહોંચ્યું છે.
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ શુક્રવારે આશરે રૂ.3.49 લાખ કરોડ પર છે. શેર આશરે 1 ટકા વધીને રૂ.1075 પર બંધ રહ્યો છે.
- દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની ટીસીએસ રૂ.4.74 લાખ કરોડના માર્કેટ કેપ સાથે પ્રથમ નંબરે છે.
 
 
માર્કેટ કેપ પ્રમાણે ટોપ 10 કંપનીઓ (માર્કેટ કેપ રૂ. લાખ કરોડ)
 
ટીસીએસ4.74
એચડીએફસી બેન્ક3.52
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ    3.49
આઇટીસી    3.25
ઓએનજીસી    2.49
ઇન્ફોસીસ    2.30
એચડીએફસી    2.22
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા    2.14
કોલ ઇન્ડિયા    1.96
આઇઓસી       1.87
 
 
એચડીએફસી બેન્કના શેરમાં કેમ આવ્યો ઊછાળો?

- શુક્રવારના કારોબારમાં એચડીએફસી બેન્કના શેરમાં 9 ટકાનો ઊછાળો આવ્યો હતો. આ સાથે તેનો શેર રૂ.1450ના રેકોર્ડ સ્તરે ગયો હતો.
- શેરમાં ઊછાળો આવવાનું કારણ રિઝર્વ બેન્કે શેરની ખરીદી પર મૂકેલી લિમીટ દૂર કરી તે હતું. જોકે, લિમીટ પૂરી થયા પછી રિઝર્વ બેન્કે ફરી વધુ ખરીદી પર લિમીટ લગાવી દીધી હતી. તેથી શેર ઉપલા સ્તરથી ગબડીને રૂ.1400ના નીચેના સ્તરે આવીને બંધ રહ્યો હતો.
 

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.