• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Government Plans To Sell Its Stakes From 7 PSU Companies Which Stocks Outperformed

આ 7 PSU કંપનીઓમાંથી હિસ્સો વેચશે સરકાર, આ શેરોએ 1 વર્ષમાં આપ્યું 100% સુધી રીટર્ન

નવી દિલ્હીઃ સરકારે 7 પબ્લિક સેક્ટર કંપનીઓ (પીએસયુ)માંથી તેનો હિસ્સો વેચવાની યોજના પર કામગીરી શરૂ કરી દીધી છે. આ 7 કંપનીઓ મારફત આખા વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટનું અડધું ટાર્ગેટ હાંસલ કરવાનો હેતુ ધરાવે છે. વાસ્તવમાં બજારમાં આ શેરોના સારા પ્રદર્શન પછી સરકારને આ કંપનીઓ પર વિશ્વાસ વધ્યો છે. આ સાતેય કંપનીઓના શેરોએ એક વર્ષમાં 100 ટકા સુધી વળતર આપ્યું છે. આ દરમિયાન આ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 1.96 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે.
 
બધી કંપનીઓનું રીટર્ન સેન્સેક્સ કરતા ચડિયાતું
 
સરકારે જે 7 કંપનીઓના હિસ્સાના વેચાણની પ્રક્રિયા શરૂ કરી છે તેમાં એનએચપીસી, એનટીપીસી, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (પીએફસી), રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (આરઇસી), સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સેઇલ), એનએલસી ઇન્ડિયા અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) સામેલ છે. આ સાતેય કંપનીઓએ રીટર્નની બાબતમાં સેન્સેક્સને પાછળ રાખી દીધો છે. છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સ આશરે 15 ટકા વધ્યો છે. જ્યારે આ સાત કંપનીઓના શેરોમાં સૌથી ઓછું વળતર એનટીપીસીનું રહ્યું છે. એક વર્ષમાં એનટીપીસી 20 ટકા વધ્યો છે. વર્ષ દરમિયાન આ સાતમાંથી બે કંપનીઓએ રોકાણકારોને બેગણું વળતર આપ્યું છે.
 
ફોર્ચ્યુન ફિસ્કરલના ડાયરેક્ટર જગદીશ ઠક્કરના જણાવ્યા અનુસાર, ઓલ ટાઇમ હાઇ પર પહોંચેલા માર્કેટમાં આ કંપનીઓનું વળતર પણ ઘણું ઊંચું રહ્યું છે. તેથી સરકાર હિસ્સા વેચાણની મદદથી આ કંપનીઓમાંથી પોતાનો હિસ્સો વેચીને ખૂબ સારું મૂલ્ય પ્રાપ્ત કરી શકે છે. હાલ આ સાત કંપનીઓની માર્કેટ કેપ 5 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
 
આગળ વાંચો- કેવું રહ્યું શેરોનું પ્રદર્શન અને એક્સપર્ટસ શું કહે છે...
 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government plans to sell its stakes from 7 PSU companies which stocks outperformed
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.