• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Experts Bullish On Market Give 9650 Target For Nifty In 2 Months

બે માસમાં 9,650ને અડી શકે છે નિફ્ટી, માર્કેટની દિશા અને આ સ્ટોક્સમાં એક્સપર્ટસ છે બુલિશ

નવી દિલ્હીઃમજબૂત વૈશ્વિક સંકેતો અને ઘરેલું આંકડાથી માર્કેટમાં તેજી ચાલુ છે. મંગળવારે નિફ્ટીએ પ્રથમવાર 9500ની સપાટી પાર કરી છે જ્યારે સેન્સેક્સ 30,583 પર બંધ રહ્યો છે. માર્કેટ એક્સપર્ટસ કહે છે કે વોલ્યુએશન હાઇ હોવા છતાં માર્કેટમાં આગળ તેજી જોવા મળશે. મનીભાસ્કર સાથેની વાતચીતમાં વિશ્લેષકોએ અનુમાન આપ્યું છે કે સ્થાનિક પરિબળો મજબૂત રહેશે તો આગામી 2 માસમાં નિફ્ટી 9650ના સ્તરને અને લાંબા ગાળે 10,000ની સપાટીને અડી જશે. જોકે, માર્કેટ સાધારણ કરેક્શન (ઘટાડા)ની શક્યતા નકારતા નથી.
 
માર્કેટ માટે આ છે પોઝિટિવ ફેક્ટર

આમ્રપાલી આદ્ય ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના ડાયરેક્ટર એન્ડ રીસર્ચ હેડ અબનીશકુમાર સુધાંશુએ કહ્યું કે હજુ માર્કેટને સપોર્ટ કરતા અનેક મજબૂત ફેક્ટર્સ છે. આ સીઝનમાં ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે. જુલાઇથી જીએસટી લાગુ થશે. મોંઘવારી ઘટી છે અને આઇઆઇપીમાં સુધારો છે. તે ઉપરાંત અર્નિંગ સીઝન સારી રહી છે. પીએનબીના પરિણામો અપેક્ષાથી સારા આવ્યા હોવાથી માર્કેટને સપોર્ટ મળ્યો છે.
 
માર્કેટને આગળ 9300 પર નવો બેઝ

ટ્રેડ સ્વિફ્ટના રીસર્ચ હેડ સંદીપ જૈન કહે છે કે માર્કેટમાં તેજી છે અને તે 9500નું લેવલ પાર કરી ગયું છે. માર્કેટને હવે નીચે 9300 પર સપોર્ટ મળતો જણાય છે. બોનાન્ઝા પોર્ટફોલિયોના રીચર્ચ હેડ પુનિત કિન્રા કહે છે કે નિફ્ટી માટે 9300 પર નવો બેઝ બન્યો છે તેથી કોઇ પણ કરેક્શન મર્યાદિત રહેવાનું અનુમાન છે.

બે મહિનામાં 9650નું સ્તર આવી શકે

સંદીપ જૈન કહે છે કે માર્કેટ માટે અનેક પોઝિટિવ ફેક્ટર છે. તેથી મોટા કરેક્શનની શક્યતા નથી. આગામી બેથી ત્રણ મહિનામાં નિફ્ટી 9600 કે 9650ના સ્તરને પાર કરી શકે છે. લાંબા ગાળે તે 10,000ના લેવલે જઇ શકે છે. અબનીશકુમાર કહે છે કે મધ્યમ ગાળામાં નિફ્ટી 9800નો રેકોર્ડ બનાવી શકે છે અને લાંબા ગાળે તે 10,600ના સ્તરે જઇ શકે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- ક્યા શેરોમાં કરી શકાય રોકાણ
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Experts bullish on market give 9650 target for Nifty in 2 months
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.