• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Experts Believe PSU Bank Stocks Can Give Better Return In Long Term

PSU બેન્કોમાં કોન્સોલિડેશનનો દોર, લાંબા ગાળે આ શેરોમાં મળશે ખૂબ સારું વળતર

નવી દિલ્હીઃસરકારી બેન્કોમાં કોન્સોલિડેશનનો દોર શરૂ થયો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પછી સરકાર કેટલીક બેન્કોનું મર્જર કરવા જઇ રહી છે. આગામી દિવસોમાં દેશમાં 5 કે 6 મોટી સરકારી બેન્કો જ રહી જશે. વળી, સરકારી બેન્કોની 6 લાખ કરોડની એનપીએની રીકવરી માટે પણ સરકારનો એક્શન પ્લાન તૈયાર છે. મની ભાસ્કર સાથેની વાતચીતમાં માર્કેટ એક્સપર્ટસ જણાવે છે કે સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બેન્કોની હાલત સુધારવા જે પગલાં લેવામાં આવી રહ્યા છે તેની લાંબા ગાળે પોઝિટિવ અસર પડશે. પરંતુ હાલ ખાસ કરીને નાની સરકારી બેન્કો દબાણમાં રહેશે. આ સંજોગોમાં ફ્રન્ટલાઇન શેરોમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું ફાયદાકારક રહેશે. 
 
મોટી પીએસયુ બેન્કોનું સ્ટેબલ આઉટલૂક

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રીસર્ચના એનાલિસ્ટ ઉદિત કરીવાલાએ મનીભાસ્કર ડોટકોમને જણાવ્યું કે સરકારના પ્રયાસોથી મોટી સરકારી બેન્કોનો સારો સમય આવવાનો છે. મોટી બેન્કોનો બેઝ મોટો છે અને તેમને આગળ પણ માર્કેટમાંથી નાણાં એકત્ર કરવામાં મુશ્કેલી નહિ પડે. તેમની પાસે મૂડીની કોઇ મુશ્કેલી નથી. વળી, તેમની પાસે નોન-કોર એસેટ પણ છે. તેથી લાંબા ગાળા માટે જોઇએ તો મોટી પીએસયુ બેન્કોનું આઉટલૂક સ્ટેબલ છે. નાની બેન્કો સાથે નાની બેન્કોની તુલનાથી વધારે સારું જણાય છે.
 
એનપીએનો મુદ્દો મુખ્ય ચિંતા
 
એપિક રીસર્ચના સીઇઓ નદીમ મુસ્તફા કહે છે કે આગામી દિવસોમાં મર્જરથી ખાસ કરીને નાના સરકારી બેન્કોને મજબૂતી મળશે. જોકે, બેન્કોની મોટી લોન્સ હજુ પણ ચિંતાનો વિષય છે. આ કારણે કેટલીક બેન્કોની બેલેન્સશીટ નબળી છે અને તેના કારણે સ્પષ્ટ સ્થિતિ થઇ રહી નથી. તેથી પીએસયુ બેન્કો પર દબાણ જોવા મળશે. પરંતુ કેટલાક શેરો હજુ પણ આકર્ષક છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- કેવી રાખશો રોકાણની સ્ટ્રેટેજી
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Experts believe PSU bank stocks can give better return in long term
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.