• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Eris Lifesciences Limited Initial Public Offer To Open On Friday

એરિસ લાઇફસાયન્સિસનો આઇપીઓ 16 જૂને ખુલશે,પ્રાઇઝ બેન્ડ રૂ.600-603

અમદાવાદ: એરિસ લાઇફસાયન્સિસ લિમિટેડનો આઇપીઓ 16 જૂન, શુક્રવારે ખુલશે. આ ઓફરમાં 28,875,000 ઇક્વિટી શેરનાં વેચાણની ઓફર સામેલ છે. ઇશ્યૂ મંગળવારે બંધ થશે.
 
ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 600થી રૂ. 603 નક્કી કરવામાં આવી છે. બિડ લઘુતમ 24 ઇક્વિટી શેર માટે અને પછી 24 ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે.
 
ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) એક્સિસ કેપિટલ લિમિટેડ, સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ક્રેડિટ સુસ્સી સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ છે.
 
 
આરએચપી મારફતે ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ લિમિટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઇ”) પર થશે.
 
નેટ ક્યુઆઇબીનો 5 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સને જ સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબીનો બાકીનો હિસ્સો સમપ્રમાણ આધારે તમામ ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે, જે ઓફર પ્રાઇસ પર કે તેનાથી વધારે કિંમત પર બિડ મળવાને આધિન છે. 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Eris Lifesciences Limited Initial Public Offer to open on Friday
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.